Damanganga Times.

Damanganga Times.

March 15, 2026

વલસાડમાં મોડીફાઈડ બુલેટ ધારકો સામે ખાસ ઝુંબેશ

વલસાડમાં મોડીફાઈડ બુલેટ ધારકો સામે ખાસ ઝુંબેશ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૩ ઃ વલસાડમાં કેટલાક મહિનાઅોથી મોટા અવાજે ફરતી અને મોડીફાઇડ સાઇલેન્સર લગાવી ફરી રહેલા બુલેટ ચાલકોના ત્રાસ સામે વલસાડ સીટી પોલીસની ટીમે ખાસ ડ્રાઈવ હાથ ધરવાની નોબત આવી છે. જેથી ગેરકાયદેસર મોડીફાઇડ સાઇલેન્સર લગાવનારા સામે પોલીસે બાઈક રીપેરીંગ કરતા બુલેટ ચલાવનારાઓમાં ફાફડાટ ફેલાઈ ગયો છે.

 વલસાડ સીટી પોલીસની ટીમે આ ડ્રાઈવ હેઠળ મોડીફાઇડ કરેલી  બુલેટ બાઈક મેં ડીટેઇન કરી ચેતવણી આપવામાં આવી ેછ. જો કોઈ વ્યક્તિ પોતાની બાઈકમાં મોડીફાઇડ સાઇલન્સર લગાવી ફરતા હોય અને જાહેર માર્ગ પર અવાજ કરી લોકોને તકલીફ પહોંચાડતો ઝડપાશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેનું વાહન ડિટેન કરવામાં આવી શકે છે.