Damanganga Times.

Damanganga Times.

March 15, 2026

નાની દમણમાં ઈ-શ્રમ અને આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ માટે કેમ્પ યોજાયો

નાની દમણમાં ઈ-શ્રમ અને આયુષ્માન ભારત હેલ્થ કાર્ડ માટે કેમ્પ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

સેલવાસ, તા. ૧૩ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તથા સિમ્પલબેન કાટેલાના જન્મદિવસના ઉપલક્ષમાં દામિની વુમન્સ ફાઉન્ડેશન, દમણ દ્વારા તા. ૧૨ માર્ચ ૨૦૨૬ના રોજ કાટેલા હાઉસ, સર્વોદય સોસાયટી, તીન બત્તી, નાની દમણ ખાતે ઈ-શ્રમ અને ખ્ગ્ણ્ખ્ કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ દરમિયાન મહિલાઓ અને શ્રમિકોને ઈ-શ્રમ કાર્ડ તથા ખ્ગ્ણ્ખ્ (આયુષ્માન ભારત હેલ્થ આઈડી) અંગે માહિતી આપી તેમની નોંધણી કરવામાં આવી. મહિલાઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો. આ પ્રસંગે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યને ધ્યાનમાં રાખીને ૧૦ બાળિકાઓના સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતા ખોલાવવામાં આવ્યા અને -થમ હાની રકમ પણ જમા કરવામાં આવી.

આ પ્રસંગે પોસ્ટ ઓફિસ તરફથી ઉમેશભાઈ મહ્નાવંશી (ભ્્યણુશ્રજ્ઞ્ણૂ ય્ફૂર્શ્રીદ્દજ્ઞ્ંઁ ત્ઁસ્ન્ષ્ટફૂણૂદ્દંશ્વ), કૃણાલ આહિર (ર્પ્ીશ્વત્ત્ફૂદ્દજ્ઞ્િઁં ચ્હૃફૂણૂ્યદ્દજ્ઞ્રુફૂ), હાર્દિક વ્યાસ (ઝ઼બ્ ભ્ન્ત્) અને પાલક આહિર (ગ્ભ્પ્ ઝ઼્યઁફૂદ્દર્ત્ર્ી ગ્બ્) હાજર રહી બાળિકાઓના સુકન્યા સમૃદ્ધિ ખાતાની પાસબુક આપી અને માર્ગદર્શન આપ્યું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દામિની વુમન્સ ફાઉન્ડેશનની સભ્યો તૃ પટેલ, જ્યોતિ જોશી, સંગીતા શર્મા, સોનુ પટેલ અને તરુણા પામસી નો વિશેષ સહયોગ રહ્ના. કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો અને ઉપસ્થિત સૌઍ આવી સામાજિક પહેલોને આગળ વધારવા માટે શુભેચ્છા પાઠવી હતી.