Damanganga Times.

Damanganga Times.

March 15, 2026

કરમખલમાં શ્રી કષ્ટભંજન હનુમાન દાદા મંદિર પાટોત્સવ યોજાશે

કરમખલમાં શ્રી કષ્ટભંજન હનુમાન દાદા મંદિર પાટોત્સવ યોજાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૧૩ ઃ નાનાપોંઢા તાલુકાના કરમખલ ગામે આવેલ શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના મંદિર ખાતે આવતી તા. ૦૨ ઍપ્રિલ ૨૦૨૬, ગુરુવારના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા નિમિત્તે જયંતી મહોત્સવ તથા મંદિર પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક પ્રસંગે ગામના ભક્તો તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહેશે તેવી શક્યતા છે. આ પ્રસંગે સવારે ૭ઃ૩૦ કલાકે યજ્ઞ વિધિનું આયોજન કરવામાં આવશે. ત્યારબાદ સવારે ૧૧ઃ૩૦ કલાકે ભગવાનની મહા આરતી કરવામાં આવશે. બપોરે ૧૨ઃ૦૦ થી ૨ઃ૦૦ વાગ્યા સુધી મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે, જેમાં તમામ ભક્તોને પ્રસાદ ગ્રહણ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી કષ્ટભંજન હનુમાન દાદા સાર્વજનિક મંડળ, કરમખલ દ્વારા કરવામાં આવ્યું છે. મંડળ દ્વારા તમામ ભાવિક ભક્તોને આ પવિત્ર પ્રસંગે હાજર રહી ધર્મલાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.