કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ અને પ્રતિ નિધિ મંડળે મુખ્યમંત્રીની મુલાકાત લીધી
- byDamanganga Times
- 14 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
કપરાડા, તા. ૧૩ ઃ વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીના નેતૃત્વમાં કપરાડા વિસ્તારના લોકપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓઍ વિધાનસભા સત્ર દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમ્યાન વિસ્તારના વિકાસ અને સ્થાનિક પ્રશ્નોને લગતા મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.
આ અવસરે કપરાડા વિધાનસભા વિસ્તારના જિલ્લા પંચાયત સદસ્યઓ, તાલુકા પંચાયત સદસ્યઓ, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચઓ તથા કાર્યકર્તાઓ હાજર રહ્ના હતાં. પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રીને મળીને તેમને શુભેચ્છાઓ પાઠવી અને કપરાડા વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયત્નો બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
મુલાકાત દરમિયાન ગ્રામ્ય વિસ્તારના માર્ગ, પાણી, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રતિનિધિમંડળને વિશ્વાસ આપ્યો હતો કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને કપરાડા વિધાનસભા વિસ્તારમાં પણ વિકાસકાર્યોને પ્રાથમિકતા આપવામાં આવશે.
ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીઍ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સહયોગથી કપરાડા વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો ઝડપથી આગળ વધી રહ્ના છે. આવનારા સમયમાં પણ માર્ગ, શિક્ષણ, આરોગ્ય અને પીવાના પાણી જેવી સુવિધાઓમાં વધુ સુધારણા કરવા પ્રયાસ કરવામાં આવશે.
આ મુલાકાત સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઈ હતી અને લોક-તિનિધિઓઍ વિસ્તારના વિકાસ માટે સરકાર સાથે મળીને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
