Damanganga Times.

Damanganga Times.

March 15, 2026

પારનેરા ગામમાં પ્રાકૃતિક ખેતીનો તાલીમ કાર્યક્રમ યોજાયો

પારનેરા ગામમાં પ્રાકૃતિક ખેતીનો તાલીમ કાર્યક્રમ યોજાયો


વલસાડ, તા. ૧૩ ઃ વલસાડ તાલુકાના પારનેરા પારડી  ગામમાં  આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ તાલુકા પ્રોજેકટ મેનેજર શિવાની ગઢવી, કોમ્યુનિટી રિસોર્સ પર્સન (ઘ્ય્ભ્) ઉત્તમભાઈ પટેલ અને કૃષિ સખી ચંદનબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી, જેમાં રાસાયણિક ખાતરો અને ઝેરી દવાઓના ઉપયોગના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડ્યું હોવાનું જણાવાયુ હતું. તેથી -ાકૃતિક ખેતીથી રસાયણમુક્ત ઉત્પાદન લઈ શકાય છે તથા આવનારી ભવિષ્યની પેઢીને વારસામાં રસાયણમુક્ત અને ઉપજાઉ જમીન આપી શકાય છે તે અંગે ખેડૂતોને માહિતી આપી હતી.