વાપીમાં ઘરેલું રાંધણ ગેસનો કોમર્શિયલ વપરાશ કરતાં પાંચ ઝડપાયા
- byDamanganga Times
- 14 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૩ ઃ વાપી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ખાણીપીણીની દુકાનો તેમજ રેસ્ટોરન્ટમાં વાપી મામલતદાર અને પારડીના પ્રાંત અધિકારી દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં પાંચ જેટલા ઘરેલુ રાધણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતા ઝડપાયા, ઈરાન ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે યુદ્ધને લઈ સમગ્ર વિશ્વમાં અને ભારત દેશમાં ગેસની અછત શરૂ થઈ છે. જેને ધ્યાને લઈ વાપી મામલતદાર અને પારડીના પ્રાંત અધિકારી ની ટીમ દ્વારા વાપી જીઆઇડીસી વિસ્તારમાં તેમજ ગુંજન વિસ્તારમાં ખાણી પીણીની દુકાનો અને રેસ્ટોરન્ટ તેમજ હોટલ માં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કોમર્શિયલ ઉપયોગ ધ્યાનમાં આવતા પાંચ રાંધણ ગેસ સિલિન્ડર સીઝ કરવામાં આવ્યા હતા અને આ રાંધણ ગેસનો કોમર્શિયલ તરીકે ઉપયોગ કરનાર સામે કાર્યવાહી હાથ ધરાઈ છે તેવી જ રીતે વાપીમાં છેલ્લા ત્રણેક દિવસથી રાંધણ ગેસનો ભાવ ૯૦૦ હતો તે બ્લેકમાં ૧૮૦૦ થી ૨૦૦૦ રૂપિયા થઈ જવા પામ્યો છે અને કોમર્શિયલ ગેસનો સિલિન્ડર ૧૮૫૦ રૂપિયા હતો. તે ૩૦૦૦ રૂપિયા વેચાઈ રહ્ના છે આ અંગે અનેક ગેસ સિલિન્ડરનું કનેક્શન ધરાવતા હોય તેવો રાંધણ ગેસ લેવા માટે દોડી રહ્ના છે.
