વલસાડ પાલિકાની સામાન્યસભા કચરાના મુદ્દે તોફાની બની
- byDamanganga Times
- 13 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ પાલિકાની સભામાં ભાજપી સભ્યોઍ ભારે સોર બકોર સાથે ડોર ટુ ડોર કલેક્શન કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઍજન્સીને બ્લેકલિસ્ટ કરવાની માંગણી સાથે વલસાડ નગરપાલિકાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
વલસાડ નગરપાલિકાના પ્રમુખ માલતીબેન ટંડેલની અધ્યક્ષ પણ હેઠળ આજરોજ પાલિકાને સામાન્યસભા સવારે ૧૧ઃ૩૦ કલાકે અટલબિહારી બાજપાઈ સભાખંડમાં યોજાઇ હતી. પાલિકા પ્રમુખ માલદીબેન ચીફ ઓફિસર સભાખંડમાં ૧૫ મિનિટ મોડા આવતા કાયદા સમિતિ ચેરમેન નીતેશ વશીઍ અન્ય સભ્ય જસ્ટિકાબેન પટેલને પ્રમુખ તરીકે નિયુક્ત કરી સભા શરૂ કરવાની તૈયારી કરી લીધી હતી. પાલિકાની સભામાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન નાગપુરની ઍજન્સીને ત્રણ કરોડથી વધુના ખર્ચે ઓર્ડર આપવામાં આવ્યો છે. જ્યારે અગાઉ રૂ. ૧.૭૦ કરોડમાં આ ડોર ટુ ડોર કલેક્શનનું કામ ચાલતું હતું. નાગપુરની ઍજન્સીને ત્રણ કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ આપવા તેમ છતાં તેમની પાસે પૂરતા સાધન તેમજ મજૂરો પણ નથી જેના કારણે વલસાડ શહેરમાં ઘરે ઘરે કચરાના ઢગલાઓના કારણે આ ઍજન્સી નો ભારે વિરોધ કર્યો હતો. જોકે નગરપાલિકાના ૧૧ વોર્ડ નહી ૪૪ જેટલા બંધ બોડીના વાહનો જીપીઍસ સિસ્ટમ ૨૪ કલાક ઇમરજન્સી સેવા સહિત મુખ્ય શરતોનું પાલન કરવામાં આવતું નથી છેલ્લા દસ દિવસથી વિસ્તારોમાંથી કચરો ઊંચકવા આવતા લોકો ગેરવર્તન પણ કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી. પાલિકા સભામાં વોટર વર્ક્સ કમિટીના ચેરમેન અમિત દેસાઈઍ વહીવટી નિષ્ફળતા અને ઍજન્સીની બેદરકારીથી કંટાળીને પોતાના હોદ્દા અને કારોબારી સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. નિતેશ વશી સહિત ભાજપના જ ૧૧ સભ્યોઍ ગુજરાત નગરપાલિકા અધિનિયમની કલમ ૫૧(૩) હેઠળ નાગપુરની ઍજન્સીને તાત્કાલિક બ્લેક લિસ્ટ કરવાની લેખિત દરખાસ્ત રજૂ કરી હતી. નિતેશ વશીઍ આ કોન્ટ્રાક્ટની પ્રક્રિયાને ગેરકાયદે ગણાવી કલમ ૨૫૮ હેઠળ પ્રાદેશિક નિયામક સુધી લડત ચલાવવાની ચીમકી ઉચ્ચારી છે. વલસાડ શહેરમાં ખખડધજ રસ્તા ગટર લાઈન મોગરાવાડી વિસ્તારમાં ખુલ્લી ચેમ્બરો રસ્તા અંગે પણ નગરપાલિકાની સામાન્ય સભામાં રજૂઆતો થઈ હતી. વલસાડ પાલિકાની સભામાં ભાજપી સભ્યોઍ ભારે સોર બકોર સાથે ડોર ટુ ડોર કલેક્શન કોન્ટ્રાક્ટ માં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે ઍજન્સીને બ્લેક લિસ્ટ કરવાની માંગણી સાથે વલસાડ નગરપાલિકાનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
