થ્રીડીને વિધાનસભાનો દરજ્જા જરુરી ઃ સંજય રાઉત
- byDamanganga Times
- 13 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૨ ઃ શિવસેના (શ્ગ્વ્) ના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રાજ્યસભામાં કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ માટે વિધાનસભાની સ્થાપનાનો મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો.
રાજ્યસભામાં રાઉતે આ મુદ્દે વિગતવાર રજુઆત કરતાં જણાવ્યું હતુ કે હું દેશના આ સૌથી મોટા કેન્દ્રશાસિત પ્રદેશના લોકોની માંગણી ઉઠાવવા માંગુ છું, જેનો રાજ્યસભામાં કોઈ સભ્ય નથી.ૅ દાદરા નગર હવેલી અને દમણ દીવના લાખો નાગરિકો લાંબા સમયથી તેમના લોકશાહી અધિકારોની માંગ કરી રહ્ના છે. ત્યાંના લોકો દાદરા નગર હવેલી અને દમણ દીવને નોકરશાહી શાસનના બંધનમાંથી મુક્ત કરીને વિધાનસભા આપવાની માંગ કરે છે. ઈ.સ. ૨૦૧૪ માં, ગૃહ મંત્રાલયની ઍક સંસદીય સમિતિઍ આ કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની રચના કરવાની ભલામણ કરી હતી. આ સમિતિઍ માત્ર ગૃહ મંત્રાલયને જ નહીં પરંતુ રાજ્યસભાને પણ પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. પરંતુ ૧૨ વર્ષ પછી પણ, આ ભલામણ ધૂળ ખાઈ રહી છે! આ પ્રદેશમાં વિધાનસભાનો અભાવ ઍક ગંભીર સમસ્યા બની ગયો છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ - નગર પંચાયત અને જિલ્લા પંચાયત - શક્તિહીન બની ગયા છે. અને બધી સત્તા વહીવટી અધિકારીઓના હાથમાં કેન્દ્રિત છે,
વિધાનસભાના અભાવને કારણે, આ પ્રદેશનું રાજ્યસભામાં કોઈ પ્રતિનિધિત્વ પણ નથી.
જો સિક્કિમ, ગોવા અને પોંડિચેરી જેવા નાના રાજ્યો, જેમાં ફક્ત ઍક કે બે લોકસભા બેઠકો અને મર્યાદિત આવક છે, તેમને વિધાનસભાઓ આપી શકાય છે, તો દાદરા નગર હવેલી અને દમણ દીવ કેમ નહીં? આ પ્રદેશમાં બે લોકસભા બેઠકો છે અને તેની આવક તે નાના રાજ્યો કરતા અનેક ગણી વધારે છે. તેમણે ઍવો પ્રશ્ન પણ ઉપસ્થિત કર્યો હતો કે આ પ્રદેશને વિધાનસભા આપવામાં શું સમસ્યા છે?
હવે આ મુદ્દે ઍ જાવુ રસપ્રદ બની રહે છે કે દમણ-દીવના સાંસદ ઉમેશભાઈ પટેલ અને દાદરા નગર હવેલીના સાંસદ શ્રીમતી કલાબેન ડેલકર પ્રદેશને વિધાનાસભાના પ્રશ્ને કેવું વલણ દર્શાવે છે.
