Damanganga Times.

Damanganga Times.

March 13, 2026

દમણમાં કોમર્શિયલ ગેસની અછત ધાબાના રસોઈ ઘરમાં જાવા મળી

દમણમાં કોમર્શિયલ ગેસની અછત ધાબાના રસોઈ ઘરમાં જાવા મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા.૧૨ ઃ ઈરાન યુદ્ધને કારણે કોમર્શિયલ રસોઈ ગેસનો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેની અસર દમણમાં નાસ્તાની દુકાનો પર પડી છે. ગેસ સિલિન્ડર ન મળતા, ઘણા દુકાનદારો હવે લાકડા બાળીને પરંપરાગત માટીના ચૂલાનો ઉપયોગ કરીને નાસ્તો બનાવી રહ્ના છે.

દમણના કોસ્ટ હાઇવે પર આવેલી કેટલીક દુકાનોમાં, દુકાનદારો લાકડાના ચૂલા પર સમોસા, ભજીયા અને અન્ય નાસ્તા બનાવતા જોવા મળ્યા. દુકાનદારોઍ જણાવ્યું હતું કે સામાન્ય રીતે તેમની દુકાનોમાં નાસ્તા તૈયાર કરવા માટે કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ ગેસ ખતમ થઈ ગયા પછી નવા નિયમોને કારણે તેઓ કોમર્શિયલ ગેસ મેળવી શક્યા નહીં.

તેમણે કહ્નાં કે દુકાન ચલાવવી પણ મહત્વપૂર્ણ છે, તેથી તેમણે તેમના પરિવાર સાથે મળીને હાલ માટે લાકડાના ચૂલા પર નાસ્તો બનાવવાનું નક્કી કર્યું. ઍક કે બે દિવસ પ્રેક્ટિસ કર્યા પછી, ચૂલા પર કામ કરવાનું સરળ બન્યું છે. દુકાનદારોને આશા છે કે પરિસ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે અને તેઓ ફરીથી રસોઈ ગેસ મેળવી શકશે.