પારડી હાઈવે પર ચીખલીના યુવાનની કારને અકસ્માત ઃ ત્રણેયનો ચમત્કારીક બચાવ
- byDamanganga Times
- 13 March, 2026
(ંદમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૧૨ ઃ નવસારીના ચીખલીમાં રહેતા ભદ્રેશ બારોટ, નીલ રાઠોડ અને બ્રિજેશ રાઠોડ પોતાની હોન્ડા સેન્ટ્રો કાર નં. ઞ્થ્ ૨૧ ખ્ખ્ ૦૭૫૦માં સવાર થઈ વાપી ખાતે મિત્રની બર્થડે પાર્ટીમાં જવા નીકળ્યા હતાં. તેઓ જ્યારે પારડીમાં આવેલ મોહન દયાળ હોસ્પિટલની સામે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ના બ્રિજ પરથી પસાર થઈ રહ્ના હતાં. ત્યારે અશોક લેલેન્ડ ટ્રક નં. ઞ્થ્ ૨૩ ખ્ષ્ ૩૦૯૫ના ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર ઍટલી પ્રચંડ હતી કે કાર હવામાં ફંગોળાઈને રોડ પર ઉંધી પલ્ટી મારી ગઈ હતી.
અકસ્માત બાદ કાર શીર્ષાસન અવસ્થામાં આવી ગઈ હોવા છતાં અંદર સવાર ત્રણેય મિત્રોને કોઈ ગંભીર ઇજા થઈ નથી. અકસ્માત સર્જી ટ્રક ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. ઘટનાની જાણ થતા જ ૧૧૨ની ટીમ અને પારડી ટ્રાફિક પોલીસની ટીમ દોડી આવી હતી. અને ક્રેન વડે કાર ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. પારડીમાં અવારનવાર આવા અકસ્માત થતા હોય છે સ્થાનિક લોકોઍ ચેતવાની જરૂર છે. મોટા વાહન ચાલકો અકસ્માત કરી નાસી જતા હોય છે.
