Damanganga Times.

Damanganga Times.

March 13, 2026

પારનેરાથી ગાંજા સાથે ઍક ઝડપાયો

પારનેરાથી ગાંજા સાથે ઍક ઝડપાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૨ ઃ વલસાડ ઍસઓજીની ટીમને મળેલી બાતમીના આધારે અતુલ નજીકના પારનેરા ગામે ટેકરા ફળિયામાં રહેતા ઍક ઈસમે મોપેડની ડીકીમાં સંતાડેલો ૧.૨૨૦ કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે મળી કુલ ૧,૪૬,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જેલમાં ધકેલી દીધો હતો.

વલસાડ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ   ઍ.યુ. રોઝની રાહબરી હેઠળ ઍસઓજી વલસાડના પોલીસ સ્ટાફના માણસો વલસાડ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી આધારે પોલીસે પારનેરા ગામના  ટેકરા ફળિયા કબ્રસ્તાનની બાજુમાં  રહેતો કયુમ બાઉદ્દીન કુરેશી, ઉ.વ.૨૯, રહે.પારનેરા ગામ, ટેકરા ફળીયા, ઘર નં.૧૩૧, પ્રાથમિક શાળાની બાજુમાં વલસાડની કબ્જાની સુઝુકી અવેનીસ મોપેડ નંબર ઞ્થ્ ૧૫ ચ્ખ્ ૪૬૮૫ ની ડીકીમાં ગેરકાયદેસર રીતે સંતાડેલ ગાંજોનો જથ્થો ૧.૨૨૦ કિલોગ્રામ કિંમત રૂપિયા ૬૧,૦૦૦  મોપેડની કિંમત ૮૦,૦૦૦, મોબાઈલ નંબર ઍક કિંમત ૫૦૦૦ મળી કુલ ૧,૪૬,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપી યુમ બાઉદ્દીન કુરેશી, ઉ.વ.૨૯, રહે.પારનેરા ગામ, ટેકરા ફળીયા, ઘર નં. ૧૩૧, પ્રાથમિક શાળાની બાજુમાં, વલસાડની ધરપકડ કરી તેના વિરુદ્ધ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફઝ઼ભ્લ્ ૧૯૮૫ ની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.