Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

નાની તંબાડીમાં ગેસ ગળતર અંગે અોફસાઈટ મોકડ્રીલ યોજાઈ

નાની તંબાડીમાં ગેસ ગળતર અંગે અોફસાઈટ મોકડ્રીલ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ)

વલસાડ, તા. ૧૧ ઃ વલસાડ જિલ્લાના નાનાપોંઢાના નાની તંબાડી ખાતે ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડના સ્ટેશન ખાતે ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડ હજીરા દ્વારા નાની તંબાડી (ઍસવી-૧૨) ખાતે આવેલી દહેજ – ઉરાન નેચરલ ગેસ ૩૦ ક્રોસ કન્ટ્રી પાઈપલાઈન સિસ્ટમ પર લેવલ-ત્ત્ત્ ઓફસાઈટ મોકડ્રીલ હાથ ધરવામાં આવી હતી. ગેસ પાઇપ લાઇનમાં ભંગાણ સર્જવાના કારણે ગેસા ગળતર થવાની શરૂઆત થઈ હતી અને આસપાસના વિસ્તારમાં ગેસ ફેલાવાની શરૂઆત થતા તેને નિયંત્રણમાં લેવા દોડધામ મચી ગઈ હતી. ગેસ ગળતર વધુ પ્રબળ બનતા લેવલ-૩ની ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ મોકડ્રીલ કટોકટીની સજ્જતા ચકાસવા માટે હાથ ધરવામાં આવી હતી.

ગેલ ઈન્ડિયાની ફાયરની ટીમે વિવિધ ફાયર ઍક્સ્ટીંગ્યુશરનો ઉપયોગ કરીને ગેસ ફેલાતો રોકવા પ્રયત્નો કરાયા હતા અને ગળતર કાબુ બહાર નીકળતા અંતે જિલ્લા વહીવટીતંત્રને જાણ કરીને મદદ માંગવામાં આવી હતી. ફાયરની ટીમને મદદ કરવા વાપી નોટિફાઈડ ઍરિયા જીઆઈડીસી અને વાપી મહાનગરપાલિકાની ફાયરની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તમામ ટીમોઍ સાથે મળી ગેસ ગળતર ઓછું કર્યું હતું. તથા અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ કરાઈ હતી. અંતે પુરતી સ્થળ તપાસ કરી ગેસ ગળતર સંપૂર્ણ બંધ થયું છે ઍવું ઘોષિત કર્યું હતું. મોકડ્રીલ સમયે ગેલ ડુંગરા પોલીસ ઈન્સપેક્ટર, ૧૦૮ વલસાડના મેનેજર, બીઆરસી નાનાપોંઢા, નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, વલસાડ, ઈંડિયા હજીરાના સીજીઍમ (ઓ ઍમ) દેબાસિશ સેનગુા, ગુજરાત ગેસના સર્કલ હેડ, તલાટી કમ મંત્રી, ઓબ્ઝર્વર ટીમ અને ગેલ ઈન્ડિયાના સિનિયર મેનેજર અન્ય અધિકારી-કર્મચારી ઉપસ્થિત રહ્ના હતા.   

મોકડ્રીલ બાદ ડી-બ્રિફિંગમાં મોકડ્રીલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો આપી જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનારી તમામ ઍજન્સી તથા વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા.