Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

બીલીમોરા રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આધેડનું કરુણ મોત

બીલીમોરા રેલવે સ્ટેશન નજીક ટ્રેનની અડફેટે આધેડનું કરુણ મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા. ૧૧ ઃ બીલીમોરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પાસે મંગળવારે રાતના કરુણ અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રેનની અડફેટે આવી જવાથી વાંસદા વિસ્તારના આધેડનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

 પ્રા વિગતો અનુસાર નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉપસળ (કાજીયાકુવા ફળીયા) ના રહેવાસી ચીમનભાઈ જીવલાભાઈ પટેલ (૫૮) તા.૧૦ માર્ચ ના મંગળવારે રાત્રે ૯ વાગ્યા પહેલા બીલીમોરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ ના ઉત્તર છેડે કિલોમીટર નંબર ૨૧૬/૧૭ખ્-૧૩ વચ્ચે અપ રેલવે લાઈન પર કોઈ અજાણી અપ ટ્રેનની અડફેટે આવી જતાં તેમના શરીરે ગંભીર ઈજાઓ થતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

બીલીમોરા રેલવે પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.