Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

બરુમાળમાં જુગાર રમતાં ૩ ઝડપાયા

બરુમાળમાં જુગાર રમતાં ૩ ઝડપાયા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૧ ઃ બરુમાળ ગામના ઉતારા ફળીયા વિસ્તારમાં રણજીતભાઈ ધર્માભાઈ ગાંવિતની આંબાવાડીમાં કેટલાક વ્યક્તિઓ દ્વારા વગર પાસ-પરમિટ ગેરકાયદેસર રીતે આંક ફરક વરલી મટકાનો હાર-જીતનો જુગાર રમાડવામાં આવતો હતો. જેના આધારે ધરમપુર પોલીસ દ્વારા કરાયેલ રેઇડ દરમ્યાન રણજીતભાઈ ધર્માભાઈ ગાંવિત (ઉ.વ.૪૦) રહે. બરુમાળ ઉતારા ફળીયા ધરમપુર ,કિશોરભાઈ રમજુભાઈ બારીયા (ઉ.વ.૪૨) રહે. બરમાળ બારીયા ફળીયા ધરમપુર, અરવિંદભાઈ રાયજુભાઈ પવાર (ઉ.વ.૫૦) રહે. આવધા, ચિચડા ફળીયા  ધરમપુર ને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓ ઍકબીજાની મદદથી આંક ફરક વરલી મટકાનો જુગાર રમાડતા હતા.

પોલીસે સ્થળ પરથી જુગાર રમવામાં ઉપયોગમાં લેવાતા ત્રણ મોબાઇલ ફોન અંદાજિત કિંમત રૂપિયા ૧૫,૦૦૦ તથા આરોપીઓ પાસેથી મળેલ રૂ.૭,૮૯૦ રોકડ રકમ મળી કુલ રૂ.૨૨,૮૯૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ મામલે ધરમપુર પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.