Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વાપી સ્ટેશનનો વિકાસ કરો : ઉમેશ પટેલ

વાપી સ્ટેશનનો વિકાસ કરો : ઉમેશ પટેલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૧ ઃ દમણ-દીવ લોકસભા મતવિસ્તારના સંસદ સભ્ય ઉમેશ પટેલે નવી દિલ્હીમાં રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે મુલાકાત કરી અને પ્રદેશને લગતા રેલ્વે મુદ્દાઓ પર ચર્ચા કરી. તેમણે વધતા મુસાફરોના ટ્રાફિકને ધ્યાનમાં રાખીને વાપી રેલ્વે સ્ટેશનના વિકાસ અને મુસાફરોની સુવિધાઓ અંગે અનેક માંગણીઓ કરી.સાંસદે પડ્ઢિમ રેલ્વેના મંતવ્યના આધારે વાપી સ્ટેશન પર ઘણી મહત્વપૂર્ણ મેલ અને ઍક્સ-ેસ ટ્રેનો રોકવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ટ્રેનોથી દક્ષિણ ગુજરાત, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના લાખો મુસાફરોને સીધો ફાયદો થશે. સાંસદે વાપી સ્ટેશનથી સ્ત્ભ્/પ્ભ્ ક્વોટા સેવાઓ શરૂ કરવાની પણ વિનંતી કરી. તેમણે ધ્યાન દોર્યું કે વાપી દક્ષિણ ગુજરાતનું ઍક મુખ્ય ઔદ્યોગિક રેલ્વે હબ છે, જે વલસાડ, દમણ અને સેલવાસ જેવા ઔદ્યોગિક વિસ્તારોને સેવા આપે છે અને મોટી સંખ્યામાં નિયમિત મુસાફરોને આકર્ષે છે.