Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

દમણમાં ઉદ્યોગોઍ ફરજીયાત વરસાદી પાણીનો સંગ્રહ કરવો પડશે

દમણમાં ઉદ્યોગોઍ ફરજીયાત વરસાદી પાણીનો સંગ્રહ કરવો પડશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

દમણ, તા. ૧૧ ઃ પાણી સંરક્ષણ અને ભૂગર્ભ જળ સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે દમણ જિલ્લા પ્રશાસન દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા દંડાધિકારીઍ દમણમાં કાર્યરત ઉદ્યોગો માટે વરસાદી પાણી સંચય (ર્ય્ીજ્ઞ્ઁર્રૂદ્દફૂશ્વ ર્ણ્ીશ્વરુફૂસ્ન્દ્દજ્ઞ્િઁં) ફરજિયાત કરવાનો આદેશ જાહેર કર્યો છે.આ આદેશ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (ગ્ફલ્લ્), પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ-૧૯૮૬ અને પાણી (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ-૧૯૭૪ સહિતના કાયદાઓ હેઠળ જાહેર કરવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ ભૂગર્ભ જળના અતિશય ઉપયોગને નિયંત્રિત કરીને પાણીના સ્તરને જાળવી રાખવાનો છે. તેમાં છત પરી વરસાદી પાણી ઍકત્ર કરવાની વ્યવસ્થા, ફિલ્ટરેશન સિસ્ટમ, પરકોલેશન પિટ અને રિચાર્જ વેલનો સમાવેશ કરવો પડશે. આ તમામ વ્યવસ્થાઓ જાહેર કામ વિભાગ (ભ્ષ્ઝ઼) અને સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના માર્ગદર્શિકા મુજબ બનાવવી ફરજિયાત રહેશે.

ઉદ્યોગોને આ કામગીરી પૂર્ણ થયા બાદ નિયુક્ત અનુપાલન સમિતિને પાલન અહેવાલ રજૂ કરવો પડશે. ઉપરાંત, તમામ ઉદ્યોગોને પાણી બચત કરતી આધુનિક ટેકનોલોજી અપનાવવા પણ સૂચના આપવામાં આવી છે જેથી ભૂગર્ભ જળ પરનો આધાર ઘટાડવામાં આવી શકે. જિલ્લા પ્રશાસનના જણાવ્યા મુજબ ભૂગર્ભ જળ પીવાનું પાણી, કૃષિ, પર્યાવરણનું સંતુલન અને જાહેર આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ કુદરતી સંસાધન છે. તેથી વર્તમાન અને ભાવિ પેઢી માટે પાણીની સુરક્ષા જાળવવા આ પગલું લેવામાં આવ્યું છે. પ્રશાસન દ્વારા આ આદેશના કડક અમલ માટે નિયમિત દેખરેખ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.