વાપી ડોમેસ્ટીક ગેસ સપ્લાયને વાંધો નહીં આવે : ગેસ ડિલરો
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે ચાલતા યુદ્ધના કારણે ભારત દેશમાં અને ગુજરાત રાજ્ય પર ગેસ પુરવઠા પર મુકાયેલા કાપ પરંતુ ઘરગથ્થુ ગેસ સપ્લાયને કોઈ અસર નહીં થાય જ્યારે કોમર્શિયલ ગેસ પુરવઠોમા કાપ સાથે સપ્લાય બંધ કરતા લારી ગલ્લા, રેસ્ટોરન્ટ અને હોટલમાં મુશ્કેલી ઊભી થશે.
ઈરાન યુદ્ધના પરિણામે દેશમાં સર્જાયેલી રાધણ ગેસ સિલિન્ડરની અછતને ધ્યાને રાખીને સરકારે આવશ્યક સેવા સંચાલન લાગુ કરી દીધી છે. સાથે સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં ઍલપીજી ગેસ મળતો રહેશે જ તેના માટે સરકાર દ્વારા તમામ પગલાં લેવાયા છે. જ્યારે કોમર્શિયલ ગેસ પુરવઠો બંધ કરાતા હેઠળ ઉદ્યોગો તેમજ લારી ગલ્લા અને રેસ્ટોરન્ટ ચલાવનારાઓને મુશ્કેલી ઉભી થશે. હાલમાં વાપીમાં પાંચ જેટલી સરકારી ગેસ ઍજન્સી તેમજ ચારથી પાંચ ખાનગી ગેસ ઍજન્સી આવેલ છે. જેમાં દરેક ગ્રાહકને ૩૦ દિવસમાં ઍક સિલિન્ડર અપાશે જ્યારે અહીં ઘરગથ્થુ ગેસ સિલિન્ડર કે ગેસ કનેક્શન ધરાવનારને કોઈ મુશ્કેલી પડશે નહીં. ઍમ આજે વાપીમાં ગેસ ઍજન્સી ધરાવતા ઍક જવાબદાર દ્વારા જણાવાયું છે. સાથે તેમણે ઍમ પણ જણાવ્યું છે કે, તેલ રિફાઇનરી ઓને સૂચના આપ્યા પછી ઍલપીજી ઉત્પાદન લગભગ ૧૦ ટકા વધારવામાં આવ્યું છે અને જમા પુરી અને અનિયમિતતા રોકવા માટે વધારાના પગલા પણ લેવાઈ રહ્નાં છે. આમ સમગ્ર દેશમાં અને ગુજરાત રાજ્યમાં રસોઈ ગેસની કોઈપણ અછત નહીવત થશે પરંતુ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સંભવિત અસર થવાની છે. જેને લઇ ફોટો ઉદ્યોગ તેમજ કોમર્શિયલ ગેસ ઉપયોગ કરનારાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
