Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડમાં ગેસ પુરવઠાનું ઓનલાઇન બુકિંગ બંધ કરાતાં ફફડાટ

વલસાડમાં ગેસ પુરવઠાનું ઓનલાઇન બુકિંગ બંધ કરાતાં ફફડાટ


 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ વર્તમાન યુદ્ધની વૈશ્વિક સ્થિતિ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં રાંધણ ગેસના પુરવઠાને લઈને લોકોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ખાસ કરીને  વલસાડ જિલ્લામાં ગેસની અછત સર્જાશે તેવી દહેશતે લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે. ઓનલાઇન બુકિંગ બંધ થતા ઍજન્સીઓ પર  ગ્રાહકો  પૂછપરછ માટે દોડતા થયા છે.

વલસાડમાં છેલ્લા કેટલાક સમયથી ઓનલાઇન ગેસ બુકિંગ સિસ્ટમ બંધ કરી દેવામાં આવતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. જ્યારે લોકો ઓનલાઇન બોટલ બુક કરાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે ટેકનિકલ ખામી અથવા અન્ય કારણોસર બુકિંગ થઈ રહ્નાં નથી. લોકોઍ વહેલી સવારથી જ ગેસ ઍજન્સીઓ પર દોડી ગયા હતાં. ગેસનો બાટલો નહીં મળે તેવી બીકે લોકોમાં સંગ્રહખોરી અને ઉતાવળ જોવા મળી રહી છે.

ઍજન્સીઓ પર ગ્રાહકો બુકિંગ અને ગેસ સિલિન્ડર ક્યારે આવશે તેવી વાતો કરી હતી. જોકે  સરકાર દ્વારા તારીખમાં ફેરફાર અને લોકોની મૂંઝવણ સરકાર દ્વારા ગેસ વિતરણની પ્રક્રિયા અથવા નિયમોમાં કરવામાં આવેલા તારીખના ફેરફારને કારણે સામાન્ય જનતામાં વધુ ગભરાટ ફેલાયો છે. લોકોને ડર છે કે આગામી દિવસોમાં ગેસનો જથ્થો ખૂટી પડશે અથવા કિંમતોમાં મોટો ઉછાળો આવશે. ઓનલાઇન ઍપમાં બુકિંગ થતું નથી અને ઍજન્સી પર કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. સરકાર પુરવઠો જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરે તે જરૂરી છે.