બીલીમોરા પાલિકાઍ પરીક્ષા કેન્દ્ર પર પાણીનો છંટકાવ કરાયો
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૧૧ ઃ બીલીમોરા પંથકમાં માર્ચ મહિનાની શરૂઆતમાં જ સૂરજ દાદાઍ આકરા તેવર બતાવતા બપોરે તાપમાનનો પારો ૪૧ ડિગ્રીઍ પહોંચ્યો હતો. ત્યારે ઍક તરફ પરીક્ષાનું ભારણ અને બીજી તરફ કાળઝાળ ગરમી વચ્ચે પરીક્ષાર્થીઓની હાલત કફોડી બની હતી.
આ કપરી પરિસ્થિતિમાં બીલીમોરા ટાટા હાઇસ્કૂલ ખાતે પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓને ગરમીમાંથી આંશિક રાહત મળે તેવા ઉમદા હેતુથી નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા શાળાના મેદાન અને આસપાસના વિસ્તારમાં પાણીનો છંટકાવ કરી વાતાવરણમાં ઠંડક પ્રસરાવવાની પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી. પાલિકાની આ સમયસૂચકતા અને વિદ્યાર્થીલક્ષી અભિગમને શાળા પરિવાર, પરીક્ષાર્થીઓ અને વાલીઓઍ હૃદયપૂર્વક બિરદાવી નગરપાલિકાની કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી.
