Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

બીલીમોરા પાલિકા ખાતે બે દિવસીય સેવાસેતુ કેમ્પનો પ્રારંભ

બીલીમોરા પાલિકા ખાતે બે દિવસીય સેવાસેતુ કેમ્પનો પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

બીલીમોરા, તા.૧૧ ઃ રાજ્ય સરકારના લોકહિતકારી અભિગમ હેઠળ બીલીમોરા નગરપાલિકાનો જલારામ હોલ ખાતે બુધવારે ૧૧માં તબક્કાના સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. કેમ્પના પ્રથમ દિવસે વોર્ડ નં.૧ થી ૫ ના નગરજનો માટે વિવિધ સરકારી વિભાગોની સેવાઓ ઍક જ છત નીચે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી, જેમાં કુલ ૭૯૦ જેટલી અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરીને લોકોને કચેરીઓના ધક્કામાંથી મુક્તિ અપાવી વહીવટી પારદર્શિતાનો પરિચય આપ્યો હતો.

બીલીમોરાના જલારામ હોલ ખાતે યોજાયેલા આ દ્વિ-દિવસીય કેમ્પમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. કેમ્પ દરમિયાન સૌથી વધુ ૫૪૫ લોકોઍ હેલ્થ વેલનેસ કાર્ડ અને બી.પી. ડાયાબિટીસ ચકાસણીનો લાભ લીધો હતો. આ ઉપરાંત ૪૨ રેશનકાર્ડ ઈ-કેવાયસી, ૫૧ આવકના દાખલા, ૩૫ જન્મ-મરણ પ્રમાણપત્ર, ૨૪ આધારકાર્ડ સુધારા, ૨૨ પીઍમજેવાય  કાર્ડ અને વિધવા સહાય સહિતની કુલ ૭૯૦ અરજીઓ પર તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર નિકલ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગણદેવી મામલતદાર ડી. રોઝ, પાલિકા ચીફ ઓફિસર સંદીપ પટેલ, પ્રમુખ મનીષ પટેલ, શહેર ભાજપ પ્રમુખ નીરવ ટેલર સહિત પદાધિકારીઓ, કર્મચારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્ના હતા. વચેટિયામુક્ત વહીવટના આ કેમ્પમાં બીજા દિવસે ઍટલે કે આજે વોર્ડ નં.૬થી ૯ના રહીશો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભો મેળવવાની તક રહેશે.