નવ જ્યોત ક્રિકેટ ક્લબ ઘેજ ભરડા દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા.૧૧ ઃ નવજયોત ક્રિકેટ ક્લબ ઘેજ ભરડા દ્વારા આયોજિત હોળી કપ – ૨૦૨૬ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન જલારામ ધામ - જીવું ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ ૨૦ ટીમોઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં બજરંગ–૧૧ અને ઘેજ દુકાન ફળિયા ટીમ આમને-સામને આવી હતી. ફાઈનલ મુકાબલો રોમાંચક રહ્ના હતો. બજરંગ–૧૧ ટીમે પ્રથમ દાવમાં ૮ ઓવરમાં ૭૨ રન બનાવી ઘેજ દુકાન ફળિયા ટીમને ૭૩ રનનું લક્ષ્ય આપ્યું હતું. જવાબમાં ઘેજ દુકાન ફળિયા ટીમ સારો પ્રયાસ કરવા છતાં ૭ રનથી પાછળ રહી ગઈ હતી. પરિણામે બજરંગ–૧૧ ટીમ વિજેતા બની હોળી કપ – ૨૦૨૬ પર કબજો જમાવ્યો હતો, જ્યારે ઘેજ દુકાન ફળિયા ટીમ રનર્સ અપ રહી હતી. વ્યક્તિગત પુરસ્કારોમાં વિરલ પટેલને બેસ્ટ ફિલ્ડર જાહેર કરવામાં આવ્યા હતા.
નેહલ પટેલે શાનદાર પ્રદર્શન કરતાં બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ બોલર, મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝ જેવા મહત્વના ખિતાબો પોતાના નામે કર્યા હતા. આ સમગ્ર ટુર્નામેન્ટમાં ખેલાડીઓ અને ક્રિકેટપ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને આયોજન સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું.
