Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

વલસાડની દોલત-ઉષા ઇન્સ્ટિટ્યૂટનું ગૌરવ

વલસાડની દોલત-ઉષા ઇન્સ્ટિટ્યૂટનું ગૌરવ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૧૧ ઃ દોલત-ઉષા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઍપ્લાઇડ સાયન્સીસ ઍન્ડ ધીરૂ-સરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ઍન્ડ કોમર્સ, વલસાડના ટી.વાય.બી.સી.ઍ.માં અભ્યાસ કરતો વિદ્યાર્થી સુમિત ઍસ. શાહા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની કરાટે (ભાઈઓ) ની ટીમમાં પસંદગી પામી ઓલ ઇન્ડિયા આંતર યુનિવર્સિટી (સાઉથ-વેસ્ટ) ઝોન સ્પર્ધા રમવા માટે તા. ૧૬/૦૩/૨૦૨૬ થી ૨૩/૦૩/૨૦૨૬ સુધી સેગ યુનિવર્સિટી, ભોપાલ, મધ્યપ્રદેશ મુકામે જશે. આ સિધ્ધી બદલ કોલેજના આચાર્ય  ડો.સ્નેહલ કે. જોશી, શારીરિક શિક્ષણના પ્રાધ્યાપક ડો.ભાવિન ઍમ. પટેલ તથા વિવિધ વિભાગીય વડાઓ અને સ્ટાફે સુમીત શાહાને અભિનંદન અને શુભેચ્છા પાઠવે છે.