સેલવાસમાં જીલ્લા કક્ષાઍ સંપૂર્ણતા અભિયાન ૨.૦ નો શુભારંભ કરાયો
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૧ ઃ નીતિ આયોગ હેઠળ ચાલતા **‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ (જાન્યુઆરી–ઍપ્રિલ)નું જિલ્લા સ્તરીય લોન્ચિંગ મંગળવારે સિલવાસાના કલા કેન્દ્ર સભાખંડમાં યોજાયું હતું.
કાર્યક્રમ દાદરા અને નગર હવેલી તથા દમણ-દીવના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને કલેક્ટર પ્રિયંક કિશોરની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કાર્યક્રમમાં નીતિ આયોગના સલાહકાર રાજનાથ રામ, સિલવાસા નગરપાલિકાના અધ્યક્ષ દેવરે સોમનાથ અધિકાર, દમણ જિલ્લા પંચાયતના અધ્યક્ષ ધરમ બાબુભાઈ પટેલ, જિલ્લા પંચાયતના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ગુા સહિત નગરપાલિકા અને જિલ્લા પંચાયતના સભ્યો, સરપંચો તથા અધિકારીઓ હાજર રહ્ના હતા.
આ પ્રસંગે મુખ્ય કાર્યકારી અધિકારી અરુણ ગુાઍ ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ અને જળ મહોત્સવ ૨૦૨૬ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય, પોષણ, કૃષિ, શિક્ષણ અને આધારભૂત સુવિધાઓ અંગેનો લઘુ વિડિયો રજૂ કરવામાં આવ્યો તેમજ સ્થાનિક કલાકારો દ્વારા પરંપરાગત તારપા નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
કલેક્ટર પ્રિયંક કિશોરે પોતાના સંબોધનમાં જળ સંરક્ષણના મહત્વ પર ભાર મૂક્યો અને હાજર જનપ્રતિનિધિઓ તથા અધિકારીઓને જળ સંરક્ષણ અંગે શપથ લેવડાવી. આ પ્રસંગે જિલ્લા પંચાયત દ્વારા રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ ખરડપાડા, મસાટ અને દપાડા ગામની મહિલા સ્વસહાય જૂથોને સિલ્વન કાર્ટ આપવામાં આવ્યા હતા. સાથે જ જળ મહોત્સવ પખવાડા ૨૦૨૬ અંતર્ગત યોજાયેલી નિબંધ અને ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને પણ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’નો હેતુ દરેક પરિવાર સુધી આરોગ્ય, પોષણ, શિક્ષણ, આધારભૂત સુવિધાઓ અને રોજગાર સંબંધિત સેવાઓ પહોંચાડવાનો છે.
