ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં મહિલા દિનની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૧૧ ઃ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર, નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર દ્વારા અંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા. ૦૮.૦૩.૨૦૨૬ ઙ્કઞ્જ્ઞ્રુફૂ દ્દં ર્ઞ્ીજ્ઞ્ઁઙ્ખ થીમ હેઠળ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે ધરમપુર ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા ઍકમ, વલસાડ (વાસ્મો) દ્વારા સુજલમ શક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન જેમાં ૭૦ ટકા કે તેથી વધુ મહિલા સભ્યો સામેલ છે ઍવી ૯ ગામોની પાણી સમિતિઓને અરવિંદ પટેલ, ઉપપ્રમુખ – ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના હસ્તે પુરસ્કાર રકમ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં યુનિટ મેનેજર અને કાર્યપાલક ઍન્જિનિયર ઍચ. ઍમ. પટેલ અને પ્રજ્ઞેશ રાઠોડ, જિલ્લા વિજ્ઞાન અધિકારી, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર હાજર રહ્ના હતા. પ્રજ્ઞેશ રાઠોડ દ્વારા સાયબર સિક્યુરિટી અને પાણી બચાવો વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. જિલ્લા વિજ્ઞાન કેન્દ્રની સાયન્સ કોમ્યુનિકેટર તૃ રાઉત દ્વારા અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સહકર્મી જૈમિની પરમાર દ્વારા હેલ્ધી કિચન, હેલ્ધી વુમનૅં પોષણ, સુરક્ષા અને સ્વચ્છતા વિષય પર વ્યાખ્યાયન આપવામાં આવ્યું હતું.
તેમજ અન્ય સહકર્મી વિભૂતિ પટેલ દ્વારા વિશિષ્ટ સોલાર ફિલ્ટરનો ઉપયોગ કરીને સૂર્ય કલંક (લ્્યઁસ્ન્ષ્ટંદ્દસ્ન્) અને શુક્ર ગ્રહ (સ્ફૂઁ્યસ્ન્) નું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૮૪ લોકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
