વલસાડ જીલ્લામાં ૨૪૮૭૮ મહિલાઅોને જરુરી સલાહ અને માર્ગદર્શન અપાયું
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ)
આલેખન – સલોની પટેલ
વલસાડ, તા. ૧૧ ઃ ગુજરાત ઍટલે શાંતિ, સલામતી અને સમૃદ્ધિનું પર્યાય. રાજ્યમાં વસતી પ્રત્યેક મહિલા પોતે સુરક્ષિત અનુભવે અને મુશ્કેલીના સમયે તેને કોઈ મજબૂત સાથ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ તથા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર સતત કાર્યશીલ છે. આ વર્ષે ૮મી માર્ચ, ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ના રોજ ગુજરાતની મહિલાઓની સુરક્ષાની કરોડરજ્જુ સમાન ‘૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન’ પોતાની સફળ સેવાના ૧૨ વર્ષ પૂર્ણ કર્યા છે ત્યારે આવો જાણીઍ તેની કામગીરી અને સિદ્ધિઓ વિશે...
આજે આ હેલ્પલાઈન માત્ર ઍક નંબર નથી પરંતુ ગુજરાતની મહિલાઓ માટે ઍક મજબૂત સુરક્ષા કવચ સાબિત થયું છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા ૧૨ વર્ષમાં કુલ ૧૮,૧૦,૯૧૩ થી વધુ મહિલાઓને જરૂરી સલાહ અને માર્ગદર્શન પૂરું પાડીને તેમને જાગૃત કરવામાં આવી છે. આ સેવા માત્ર ફોન પૂરતી સીમિત ન રહેતા ૩,૬૦,૯૬૪ જેટલા કિસ્સાઓમાં અભયમની ટીમે ઘટના સ્થળ પર જઈને મહિલાઓને તાત્કાલિક મદદ પહોંચાડી છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા ૧૨ વર્ષનાં સમયગાળાની સફળ કામગીરી દરમિયાન ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઈન દ્વારા કુલ ૨૪૮૭૮ જેટલા કિસ્સાઓમાં જરૂરિયાત મુજબ સલાહ - સુચન, માર્ગદર્શન અને બચાવની મદદ પુરી પાડવામાં આવી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર ૧૮૧ અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલર સહિતની ટીમ દ્વારા ૫૬૫૪ જેટલી મહિલાઓને મદદ પુરી પાડી છે. વલસાડ જીલ્લામાં વર્ષ ૨૦૨૫ દરમિયાન ૨૭૪૩ જેટલી જરૂરિયાતમંદ મહિલાઓના કોલ આવ્યા હતા જેમાંથી ૫૫૩ કિસ્સાઓમાં અભયમ રેસ્ક્યુ વાન ડિસ્પેચ કરી ૩૯૩ કેસમાં સમાધાન અને ૧૩૭ કેસમાં મહિલાઓને બચાવ અર્થે વિવિધ ઍજન્સીઓમાં રિફર કરવામાં આવ્યા હતા. કુલ કોલમાં કસ્ટડીના ૬૨, ઘરેલુ હિંસાના ૧૩૯૧, લગ્ન જીવનના વિખવાદો ૧૮૯, જનરલ માહિતી અને સરકારી મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક માહિતીના ૧૫૭, શારિરીક, માનસિક, જાતીય હેરાનગતીના ૩૬૪, પરિવાર છોડેલ ૫૨, અન્ય સબંધોના ૭૩, કાયદાકીય માર્ગદર્શન ૩૬, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિનાં ૪૯ અને અન્ય મહિલાલક્ષી પ્રશ્નોના ૪૫૦ જેટલા કોલ આવ્યાં હતાં. વર્ષ દરમિયાન જીલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નારી સંરક્ષણ ગૃહ, ઓ.ઍસ.સી, પી.બી.ઍસ.સી, આશ્રય ગૃહ અને સ્થાનિક સંસ્થાઓ અને કાર્યકરો તરફથી નોંધપાત્ર સહયોગ મળી રહ્ના હતો. અભયમ ટીમ દ્વારા વિવિધ ફરિયાદોના કોલને પહોંચી વળી હકારાત્મક ઉકેલ લાવી સામાજિક ઍકતા અને સુલેહ માટે પ્રશંસનીય કાર્ય કરવામાં આવી રહ્નાં છે. નારી સુરક્ષા ઍ જ અમારી પ્રાથમિકતાના લક્ષ્યાંક સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. આજે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા રાજ્યની દીકરીઓ અને મહિલાઓ ખરા અર્થમાં ‘અભય’ બનીને પ્રગતિના પંથે આગળ વધી રહી છે.
મદદ માંગનાર મહિલાઓની ઓળખ સંપૂર્ણપણે ગુ રાખવામા આવે છે
આ મહિલા હેલ્પલાઈન માત્ર હિંસા જ નહીં, પણ સાયબર ગુનાઓ, લગ્ન જીવનના વિખવાદો, કાનૂની જોગવાઈઓ અને સરકારી યોજનાઓની માહિતી પણ પૂરી પાડે છે. મહત્વની વાત ઍ છે કે, મદદ માંગનાર મહિલાની ઓળખ સંપૂર્ણપણે ગુ રાખવામાં આવે છે. ગુજરાતમાં રહેતી અન્ય રાજ્યની મહિલાઓ પણ આ સેવાનો નિંશુલ્ક લાભ લઈ શકે છે.
‘૧૮૧ મોબાઈલ ઍપ’ના ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ ફિચર્સ
ડિજિટલ યુગમાં મહિલાઓની સુરક્ષાને વધુ સ્માર્ટ બનાવતા ૧૮૧ મોબાઈલ ઍપમાં આપવામાં આવેલા ‘પેનિક બટન’ અને ‘ફોન શેકિંગ’ જેવા ફીચર્સ મહિલાઓને મુશ્કેલીના સમયે ફોન કર્યા વગર પણ પોતાનું ચોક્કસ લોકેશન હેલ્પલાઈન સેન્ટર સુધી પહોંચાડે છે. આમ, પરંપરાગત મદદ અને આધુનિક ટેકનોલોજીના સંગમથી ગુજરાતની નારી આજે આત્મવિશ્વાસ સાથે પોતાને વધુ સુરક્ષિત અનુભવે છે.
