નાના રાંધામાં ‘સ્ટેપ અોફ ઈન્સ્પિરેશન’ ગૃપ દ્વારા મહિલાઅોનું સન્માન કરાયું
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૧૧ઃ દાદરા અને નગર હવેલીના નાનારાંધા ગામ ખાતે STEP OF INSPIRATION ગ્રુપ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નાનારાંધા–નિબરમલ વિસ્તારના સમાજના વડિલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં માતા-બહેનોની ઉપસ્થિતિમાં ઉત્સાહપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલનથી કરવામાં આવી હતી.
ત્યારબાદ મહિલાઓના સન્માન, તેમના હક-અધિકારો તેમજ સમાજમાં તેમના મહત્વપૂર્ણ યોગદાન વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગ્રુપના મુખ્ય સભ્યો તરીકે કેનુબેન કોતી, મનીષાબેન માહલા, નિલેશભાઈ ચૌધરી, નિતેશભાઈ ગામિત, જીતુભાઈ બરફ, પરમીલાબેન કોતી, કાંતાબેન ભાવર, આશિષભાઈ વરઠા, સવિતાબેન રડ્યા, બસંતીબેન બોરસા અને વંદનાબેન ગાવિત સહિત અન્ય લોકો હાજર રહ્ના હતા.
