Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ધરમપુરમાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા પોલીસ કર્મીઅોનું સન્માન કરાયું

ધરમપુરમાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા પોલીસ કર્મીઅોનું સન્માન કરાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ધરમપુર, તા. ૧૧ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ ઙ્કય્જ્ઞ્ત્ર્દિં્દસ્ન્, થ્્યસ્ન્દ્દજ્ઞ્ણૂફૂ, ખ્ણૂદ્દજ્ઞ્ંઁ – જ્ંશ્વ ખ્શ્રશ્ર ષ્ૃંફૂઁ ર્ીઁફુ ઞ્જ્ઞ્શ્વશ્રસ્ન્ઙ્ખને સાકાર કરતા ધરમપુરમાં પહેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઍક અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી. ધરમપુર પોલીસ સ્ટેશન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહિલા પોલીસ કર્મચારીઓને વિશેષ સન્માન આપવામાં આવ્યુ હતું.કાર્યક્રમમાં ધરમપુર પોલીસ સ્ટેશનના ભ્લ્ત્ વસાવા જેઓ  વિશેષ ઉપસ્થિત રહ્ના હતા. પહેલ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ઋષિત મસરાણીઍ પોતાના સંબોધનમાં કહ્નાં કે,  મહિલા પોલીસ બહેનો સાક્ષાત શક્તિનો અવતાર છે. તેઓ દિવસ-રાત સમાજની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે અથાગ પરિશ્રમ કરે છે.

આ અવસરે પૂર્વજાબેન ભટ્ટ દ્વારા મહિલા પોલીસ બહેનોને -ેરણાદાયી વાંચન માટે રમેશ તન્ના દ્વારા લખાયેલ પુસ્તક પોઝિટિવ સ્ટોરીઝ ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યા, જેમાં સકારાત્મક વિચારો અને જીવનની પ્રેરણાત્મક કથાઓ સમાવિષ્ટ છે.આ કાર્યક્રમ દ્વારા મહિલા શક્તિ પ્રત્યે ઊંડો આદર વ્યક્ત કરવામાં આવ્યો અને સમાજમાં મહિલાઓના અમૂલ્ય યોગદાનને સલામ કરવામાં આવી.  આવી પહેલો સમાજમાં સકારાત્મક ફેરફાર લાવે છે અને મહિલા સશક્તિકરણનો સંદેશ વધુ મજબૂત બનાવે છે!