વાપી મનપા દ્વારા બનાવેલ આરસીસી રોડ તુટી જતાં વાહન ચાલકો પરેશાન
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી મહાનગરપાલિકા દ્વારા કરોડ રૂપિયાના ખર્ચે વાપી મુખ્ય બજારથી કચીગામ મચ્છી માર્કેટનો રોડ આરસીસી બનાવ્યો પરંતુ માત્ર ગણતરીના મહિનામાં જ ખરાબ થઈ જતાં લોકોમાં ભારે બુમરાણ મચી રહી છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક આ રસ્તો બનાવનાર ઍજન્સીને તાકીદ કરી જરૂરી કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે.
પ્રા વિગત મુજબ વાપી મહાનગરપાલિકા દ્વારા વાપી મુખ્ય બજારથી કચ્છી ગામ તરફ જતો મચ્છી માર્કેટ માર્ગને પૂનમ ફૂટવેરથી આશિયાના કોમ્પ્લેક્સ સુધીનો માર્ગને કરોડો રૂપિયાના ખર્ચે આરસીસી બનાવવામાં આવ્યો હતો. આ માર્ગ પર હાલમાં ઠેર ઠેર તિરાડ પડવી તેમજ ખોદાઈ જવા પામ્યો છે. જેને લઇ વહનચાલકોને તેમજ સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે. જે અંગે તાત્કાલિક વાપી મહાનગરપાલિકાના વહીવટી તંત્ર તેમજ બાંધકામ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરી આમ રસ્તો ખરાબ સવા અંગે તપાસ કરી ઍજન્સીને રસ્તા ઉપર સમારકામ તેમની ગેરંટી પિરિયડમાં આવતો હોય તે હિસાબે નોટિસ આપી કાર્યવાહી કરવાની જરૂર છે. જોકે આવી જ રીતે વાપીમાં નવા હાલમાં બની રહેલા આરસીસી અને પીસીસીના રસ્તાની હાલત પણ આ માર્ગ જેવી ન થાય તે અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકો માંગ કરી રહ્ના છે.
