વાપીના અંબે માતા મંદિર ખાતે વિરાટ હિન્દુ સંમેલન યોજાયું
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી જીઆઇડીસીના અંબા માતા નગરના અંબે માતા મંદિર ખાતે વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામા આવેલ, આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજના યુવાઓ, માતૃશક્તિ, ગૃહસ્થ અને વડીલો ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. કાર્યક્રમના સંયોજક લઘુ ઉદ્યોગ ભારતી વલસાડ જિલ્લો અને સહ સંયોજક શ્રી લોહાણા પ્રગતિ મંડળ વાપી દ્વારા કરવામા આવેલ, કાર્યક્રમમાં રવજી ભગત - બીઍપીઍસ ધરમપુર, શિવજી મહારાજ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર વલસાડ અને દેવેન્દ્રભાઈ પિંપુટકર (આરઍસઍસ) નવસારી વિભાગ ઉપસ્થિત રહ્ના હતાં અને હિન્દુ સમાજના સંગઠન, પડકાર, પરિવાર પ્રબોધન, પર્યાવરણ, સામાજિક સમરસતા અને સ્વદેશી જેવા વિષયો પર ઉદબોદન કરવામા આવ્યુ હતું, આ કાર્યક્રમના સંયોજક તરીકે વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ મેહુલભાઈ પટેલ હતાં. કાર્યક્રમમા સમસ્ત ઍકત્રિત હિંદુ સમાજે સમાજ પરિવર્તન અને સંગઠન ભાવનાનો સંકલ્પ લીધો હતો. આ સંમેલન પહેલા વાપી જીઆઇડીસી વિસ્તારમાં આવેલ વિવિધ માર્ગો ઉપરથી શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતાં. સમગ્ર કાર્યક્રમનું આયોજન હિન્દુ સંગઠન અને વલસાડ જિલ્લા લઘુ ઉદ્યોગ દ્વારા કરવામાં આવ્યું હતુ.ં
