વાપી શિશુવિહાર સ્કૂલમાં મહિલા દિવસની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપીમાં ગુંજન સ્થિત શિશુવિહાર સ્કૂલમાં મહિલા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોઍ ફૂલોથી મહિલાઓનું સ્વાગત કર્યું હતું. વાતાવરણ ભાવભીનું બન્યું હતું. વિવિધ સ્પર્ધાઓ જેવી કે ડાન્સ સ્પર્ધા, સંગીત સ્પર્ધા, મ્યુઝિકલ ચેર વન મિનિટ ગેમનો આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિજેતાઓને તથા ભાગ લેનાર દરેક સદસ્યોને શાળાના પ્રિન્સિપાલ પ્રીતિબેન રાજપાલ તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકોને પણ શાળા તરફથી વાર્ષિક ઇનામોનો વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મહિલાઓને તથા બાળકોને હળવો નાસ્તો કરાવવામાં આવ્યો હતો. પ્રોગ્રામને સફળ બનાવવા શાળાના પ્રિન્સિપાલ પ્રીતિબેન રાજપાલ, વીઍચ રાજપાલ તેમજ સ્ટાફ મેમ્બર્સ વૈશાલીબેન સીમાબેન તથા હેતલબેનની મહેનત પ્રશંશની હતી.
