વાપી મનપા દ્વારા મહિલાઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી નગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનને લઇ નામધા રોફેલ કોલેજ કેમ્પસ ખાતેના પદ્મભૂષણ રજ્જુશ્રોફ ઓડિટોરિયમ ખાતે ઍક જાગૃતિ અને પ્રેરણાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વાપી મહાનગરપાલિકાના મ્યુનીસીપલ કમિશ્નર યોગેશ ચોધરીની પ્રેરણાથી અને નાયબ મ્યુનીસીપલ કમિશનર આસ્થા સોલંકીના માર્ગદર્શન અને દિશા નિર્દેશ હેઠળ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ, ડિજિટલ સુરક્ષા અને વ્યક્તિત્વ વિકાસ અંગે જાગૃતિ લાવવા તથા તેમને સશક્ત બનાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી અને મહિલાઓના સશક્તિકરણ વિષયક સંદેશ સાથે કાર્યક્રમને પ્રેરણાત્મક બનાવવામાં આવ્યો હતો.
કાર્યક્રમને અનુરૂપ વાપી મહાનગરપાલિકાના નાયબ મ્યુનીસીપલ કમિશ્નર આસ્થા સોલંકીઍ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતાં. મોટી સંખ્યામાં ઉપસ્થિત તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેછા પાઠવી હતી અને તેઓઍ જણાવ્યું કે મહિલા દિવસની ઉજવણીના દિવસે જ મહિલાઓને માત્ર ઍક જ દિવસ માટે જ શા માટે મહત્વ આપવું જોઈઍ ? જયારે આજે દરેક કોમમાં સ્ત્રીઓનું મહત્વનું યોગદાન રહેલું છે. મેડીકલ, ઍજ્યુકેશન, બેન્કિંગ, પોલીટીક્સ, પોલીસી મેટર તેમજ બ્યુરોક્રેસીમાં પણ દરેક જગ્યાઍ મહિલાઓનું યોગદાન રહેલ હોવાનું જણાવ્યું. તેઓઍ વધુમાં જણાવ્યું કે આજે દેશના વિકાસમાં મહિલાઓનું યોગદાન પણ ઍટલુ જ રહ્નાં છે જેના ઉદાહરણ રૂપે તેઓઍ દેશનું સર્વોચ્ચ સ્થાન ઍટલે કે દેશના રાષ્ટ્રપતિ તરીકે પણ ઍક સ્ત્રી જ કાર્યરત હોવાનું જણાવ્યું હતું. તેમજ વિજ્ઞાન ક્ષેત્રે પણ સુનીતા વિલિયમ્સને યાદ કરી અવકાશ યાનની સફળ યાત્રાનો ઉલ્લેખ કરી મહિલાઓની શક્તિશાળી પ્રતિભા વિષે પોતાનો મત રજુ કર્યો હતો.
મહિલાઓના આરોગ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ ઍવા બ્રેસ્ટ કેન્સર અંગે જાગૃતિ માટે ઍન.બી. સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. નીલમ અહિરવાર દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે મહિલાઓને બ્રેસ્ટ કેન્સરના પ્રારંભિક લક્ષણો, સમયસર તપાસનું મહત્વ અને યોગ્ય સારવાર અંગે માહિતગાર કર્યા હતા. સાથે સાથે મહિલાઓને નિયમિત હેલ્થ ચેકઅપ કરવા માટે પણ પ્રેરણા આપવામાં આવી હતી. વધુમાં તેઓઍ ભારત સરકાર દ્વારા ૧૪થી ૧૫ વર્ષની તરુણીઓ માટે સર્વાઇકલ કેન્સર માટે લોન્ચ કરેલ રસી અંગેની માહિતી પૂરી પાડી માહિતગાર કરવામાં આવ્યા અને ૧૪થી ૧૫ વર્ષની તરુણીઓને આ રસીનો લાભ લેવા તમામને વિનંતી કરી હતી.
આજના ડિજિટલ યુગમાં મહિલાઓ માટે સાયબર સુરક્ષા અને સાયબર સેફટી ખૂબ જ જરૂરી બની છે. જિલ્લા સાયબર સેલની ભ્લ્ત્ ડી. કે. ત્રિપાઠી દ્વારા ઓનલાઈન ફ્રોડ, સોશિયલ મીડિયા પરની સુરક્ષા, બ્વ્ભ્ તથા વ્યક્તિગત માહિતીની સલામતી જેવા મુદ્દાઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહિલાઓને સાવચેત રહેવા અને સાયબર ક્રાઈમ સામે સજાગ રહેવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. તેઓઍ વધુમાં જણાવ્યુકે સાયબર ફ્રોડનું મુખ્ય કારણ ડર અને લાલચ છે અને તેના કારણેજ મહત્તમ ફ્રોડ થતા હોય છે અને આવો કોઈ પણ બનાવ બને તો સાયબર સેલનો હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરી ફરિયાદ નોધાવવા જણાવેલ કાર્યક્રમમાં જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી, રોફેલ આર્ટસ અને કોમર્સ કોલેજ વાપી, આર કે દેસાઈ કોલેજ છરવાડાના પ્રિન્સીપાલ તથા લ્યુંમેન્સ સ્કુલ નામધાના ફાઉન્ડર, વાપી નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ દેવલબેન દેસાઈ તથા માજી સભ્ય અપેક્ષાબેન શાહ, રોફેલ કોલેજ વાપી, સેન્ટ ફ્રાન્સીસ સ્કુલ ચલા, વાપી નગરપંચાયત ઍજયુકેશન ટ્રસ્ટની વિદ્યાર્થીનીઓ મળી ખુબ મોટી સંખ્યામાં મહિલાઓઍ ઉત્સાહપૂર્વક હાજરી આપી કાર્યક્રમનો લાભ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન મહિલાઓઍ વિવિધ વિષયો અંગે પ્રશ્નોત્તરીમાં પણ ભાગ લીધો હતો અને નિષ્ણાંતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમનું આયોજન વાપી નગરપાલિકાના શ્ઘ્ઝ઼ મેનેજર રામચંદ્ર દેસાઈ તથા તેમની ટીમ દ્વારા સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ આયોજન માટે તમામ સહયોગીઓ, નિષ્ણાંતો અને ઉપસ્થિત નાગરિકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
