વાપી મુખ્ય બજારની ગટર લાઈનની કામગીરી બંધ રહેતા સ્થાનિક, દુકાનદારો પરેશાન
- byDamanganga Times
- 12 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૧ ઃ વાપી ટાઉન ના મુખ્ય બજારમાં બની રહેલી વરસાદી પાણીની ગટર અને ડ્રેનેજ લાઈન ની કામગીરી છેલ્લા ૨૦ ઍક દિવસથી બંધ રહેતા સ્થાનિક દુકાનદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના છે વાપી મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક કામગીરી પૂર્ણ કરાવવા ની માંગ કરાઈ રહી છે. સાથે આ અધુરી કામગીરીને લઈ દુકાનમાં જવા-આવવા માટે પણ ભારે જાખમ લઈને જવું પડી રહ્નાં છે.
-ા વિગત મુજબ વાપી મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં સરદાર ચોકથી ઝંડા ચોક સુધીના વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદી પાણી દુકાનમાં તેમજ ઘરમાં ભરાઈ જવાના બનાવો બનતા હતા જેને ધ્યાને લઈ મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે ડ્રેનેજ લાઈન અને વરસાદી પાણીના નિકાલ માટેની ગટર બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેને લઇ બંને બાજુના ઍટલે કે સરદાર ચોકથી ધંધા ચોક સુધીના વિસ્તારમાં રસ્તાની બંને બાજુઍ દુકાનો આવેલ છે અને આ સ્થળે ડ્રેનેજ બનાવવા માટેની કામગીરીને લઈ ખોદકામ કરવા થી દુકાનદાર તેમજ દુકાનમાં આવતા ગ્રાહકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્ના હતો તેમ છતાં વિકાસના કામ હોય દુકાનદારોઍ કોન્ટ્રાક્ટરને તેમની કામગીરી કરવામાં મદદગીરી પણ કરી હતી પરંતુ છેલ્લા ૨૦ ઍક દિવસથી આ ડ્રેનેજ લાઈન બનાવવાની કામગીરી બંધ કરી દેવામાં આવતા દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા છે જે અંગે વાપી મહાનગરપાલિકાના બાંધકામ વિભાગ અને ડ્રેનેજ વિભાગ તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થળ તપાસ કરી તાત્કાલિક આ ડ્રેનેજ લાઈનની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિક દુકાનદારો કરી રહ્ના છે. જા કે છેલ્લા ૨૦ દિવસથી કામગીરી બંધ રહેતા ડ્રેનેજ લાઈન માટે ખોદવામાં આવેલા ખાડા અને તેમાં રાખવામાં આવેલા સેન્ટીંગના સળિયા દુકાનદારો અને ગ્રાહકોને અવર જવર કરતી વખતે પડી જાય તો સીધા શરીરમાં ઘુસી જવાની પણ શક્યતા અને જાનનું જાખમ રહેલું છે.
