ભિલાડના શ્રી ગોપાલકૃષ્ણ મંદિરનો પાટોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૧૦ ઃ ભિલાડ હાઇવે સ્થિત શ્રી ગોપાલકૃષ્ણ મંદિરે ૫૨માં પાટોત્સવ પ્રસંગે સવારથી ભજનકીર્તન પૂજાઅર્ચના હોમહવન કરવામાં આવેલ જેમાં મહેશ મગનલાલ મહારાજના આમંત્રણથી પધારેલ ભિલાડ પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીઆઇ ઍસ.ઍસ.પવાર ઍલઆઈબીના નિલેશભાઈ સાથે વિશ્વ હિન્દુ પરિષદ વલસાડ નવસારી આહવાડાંગ વિભાગના વિશેષ પ્રમુખ પિયુષભાઈ શાહ, ઉંમરગામ તાલુકા ભાજપ પ્રમુખ નીરવભાઈ શાહ, વલસાડ જિલ્લા આર્થિક શેલના સંયોજક અને વાપી નોટિફાઈડ ભાજપના અગ્રણી મહેશભાઈ ભટ્ટ, રાજેશભાઈ નાવી, હિંસા નિવારણ સંઘના ગૌતમભાઈ કિતાવત, વિહિપ સહમંત્રી હિતેશભાઈ પુનમિયા, સામાજીક કાર્યકર રાજેશભાઈ વારલી, ઇન્ડોકાઉન્ટ (ઞ્ણ્ઘ્ન્)ના સંચાલક મનોજભાઈ ઝા, નહેર વિભાગના મિશ્રાજી સાથે અચ્છારીના. સરપંચ રામુભાઇને પુરોહિત મહારાજઍ તિલક કરી મંદિર ટ્રસ્ટના મહેશભાઈ દ્વારા ખેસ પહેરાવી સન્માન સ્વાગત કરવામાં આવ્યું, સાથે હોમ હવનમાં બેસેલ તમાંમ જોડાઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપી, સહુંને શ્રી ગોપાલકૃષ્ણ સાથે શ્રી નર્મદેશ્વર મહાદેવજી, કુળદેવીમાંના આશીર્વાદ સાથે ભગવાનની અસિમ કૃપાથી સહુનું કલ્યાણ થાઓ ઍવી શુભકામનાઓ આપી હતી.
