ચીખલી તાલુકા પંચાયતનું રૂ. ૯.૬૮ કરોડનું બજેટ રજૂ કરાયું
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૧૦ ઃ ચીખલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં ૨૦૨૬ - ૨૭ ના વર્ષના રૂપિયા ૯.૬૮ કરોડ રૂપિયાના અંદાજપત્રને બહાલી આપવામાં આવી સામાન્ય સભામાં સભ્યો દ્વારા કેટલાક પડતર પ્રશ્નો બાબતે પણ રજૂઆતો કરવામાં આવી ગોડથલ ગ્રામ પંચાયતના વિભાજનને પણ મંજૂરી આપવામાં આવી.
ચીખલી તાલુકા પંચાયતની આજરોજ યોજાયેલી સામાન્ય સભામાં ૨૦૨૬ - ૨૭ ના વર્ષ માટે રૂપિયા ૯.૬૮ કરોડના અંદાજિત બજેટને બહાલી આપવામાં આવી હતી ચીખલી તાલુકા પંચાયત પ્રમુખ રાકેશ પટેલ, કારોબારી અધ્યક્ષ દમયંતીબેન આહીર, ઉપ પ્રમુખ રમેશભાઈ પટેલ, ટીડીઓ ભાવનાબેન યાદવની ઉપસ્થિતિમાં ચૂંટાયેલા સભ્યોના સથવારે ૨૦૨૬ - ૨૭ ના અંદાજપત્રમાં આરોગ્ય, શિક્ષણ, જાહેર બાંધકામ કુદરતી આફત સહાય સહિતના કામો માટે ૯. ૬૮. ૯૬. ૦૯૮ રૂપિયા ના અંદાજપત્રને મંજૂરી આપવામાં આવી હતી સૌથી વધુ નાણાકીય જોગવાઈ ૩.૫૬ કરોડ બાંધકામ ક્ષેત્ર કરવામાં આવી છે વર્તમાન બોડીની આજની છેલ્લી સામાન્ય સભામાં ગોડથલ ગ્રામ પંચાયતના વિભાજનને પણ બહાલી આપવામાં આવી છે આજની સામાન્ય સભામાં મજીગામ દેસાઈવાડ સ્થિત જર્જરીત પ્રાથમિક શાળાના ઓરડાઓ તોડવાનો લાંબા સમયનો પ્રશ્ન તેમજ સમરોલીમાં કુમાર શાળા ની સામે લાંબા સમયથી ડ્રેનેજનું ગંદુ પાણી છોડાતા ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું હોય જે જગ્યા તાલુકા પંચાયત હસ્તક હોય જે ગંદકી દૂર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી.