Damanganga Times.

Damanganga Times.

March 11, 2026

પલસાણામાં શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ

પલસાણામાં શિવ મહાપુરાણ કથાનો ભવ્ય પ્રારંભ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ નારણભાઈ ઍમ પટેલ પરિવાર દ્વારા શિવ મહાપુરાણ કથા નો સુંદર આયોજન કરવામાં આવ્યું છે આ કથા ના વક્તા પૂજ્ય શ્રી પ્રસાદ દાદા છે કથાની શરૂઆત તારીખ ૯મી માર્ચના રોજ કરવામાં આવી છે. કથાની શરૂઆતના દિવસે શિવ મહાપુરાણ પોથી યાત્રા સમગ્ર ગામમાં કાઢવામાં આવી હતી.

ગામમાં આવેલ દરેક મંદિરોમાં વાજતે ગાજતે પોથીયાત્રા નીકળી હતી. પોથી યાત્રા સમા થયા બાદ મોતીવાડા ગામના સરપંચ જયસુખભાઈ નાયકા કથાના આયોજક નારણભાઈ પટેલ અને ઍમના પરિવારજનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યા હતા ત્યારબાદ કથાના મુખ્ય વક્તા પ્રશાંત દાદા અને ઍમના સહયોગીઓનો સન્માન કરવામાં આવ્યો હતો. પવિત્ર શિવ મહાપુરાણ ગ્રંથની વિધિવત પૂજા કરવામાં આવી હતી સંપૂર્ણ વિધિ થયા બાદ ત્રણ વાગ્યાથી છ વાગ્યા સુધી પૂજ્ય પ્રસાદ દાદા ઍ શિવ મહાપુરાણ કથાનો રસપાન કરાવ્યો હતો. આ કથા તારીખ ૧૭ મી માર્ચ સુધી ચાલશે અને બપોરે ત્રણથી છ સુધી જાહેર જનતાને કથામાં સામેલ થવા માટે આમંત્રણ પઠાવવામાં આવ્યું છે. કથા બાદ સાંજે ૭ વાગ્યાના સુમારે મહાપ્રસાદ જાહેર જનતાને પીરસવામાં આવ્યો હતો. દરરોજ મહાપ્રસાદ જાહેર જનતાને પીરસવામાં આવશે દેવાધિદેવ મહાદેવ માતા પાર્વતી પ્રથમ પૂજ્ય શ્રી ગણેશ ભગવાનની વંદના લક્ષ્મીનારાયણની વંદના ગોપાલની વંદના કર્યા બાદ ઍક દિવસની કથા સમા થઈ હતી આ પવિત્ર કથામાં હવે પછી દરેક પ્રસંગો આવશે. જેમાં ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીના લગ્ન શ્રી ગણેશ અને કાર્તિકેનો જન્મ સાથે અને તમામ પ્રસંગો ઉજવવામાં આવશે.