ઉદવાડા રેલ્વે ફાટકથી બગવાડા ફલાય અોવરબ્રીજ સુધીનો રસ્તો ૧૦ દિવસ બંધ
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકાના ઉદવાડા રેલવે સ્ટેશન રેલવે ફાટક ઝંડા ચોકથી બગવાડા ફલાયઓવર બ્રિજ સુધીનો રસ્તો નવો આધુનિક બનાવવાના કામને કારણે તા. ૧૦-૦૩-૨૦૨૬ થી તા. ૨૦-૦૩-૨૦૨૬ સુધી બંધ રાખવામાં આવશે જિલ્લા કલેક્ટર, વલસાડના જાહેરનામા મુજબ નાયબ કાર્યપાલક ઍન્જિનિયર, પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ પારડી દ્વારા બહાર પાડવામાં આવેલા પત્રમાં જણાવાયું છે કે મહાવીર રેસીડેન્સી પાસે આવેલ કોતર ઉપરના મોટા પુલનું નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે.
આ માટે હાલનો જૂનો પુલ તોડી નવા ડ્રાઇવેબલ પુલનું નિર્માણ કરવામાં આવશે આ કામગીરીને કારણે નિર્ધારિત સમયગાળા દરમિયાન આ રસ્તા પર જાહેર જનતાની અવરજવર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે. જેથી ગ્રામજનોને મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત ગામોના સરપંચ અને તલાટી ને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે આ વિસ્તારમાંથી પસાર થતા વાહનચાલકો અને ગામજનોને વિકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા તથા આ બાબતની નોંધ લેવા અપીલ કરવામાં આવી છે.
