અરનાલામાં નાના પ્રાણીઅો માટે ભૈરવ મુકિતધામ કાર્યરત
- byDamanganga Times
- 11 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકાના અરનાલા ગામે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે નાના પ્રાણીઓ માટે સમર્પિત ભૈરવ મુક્તિધામ સ્મશાનનો શુભારંભ કરવામાં આવ્યો છે.
આ અનોખી પહેલ પાછળનો મુખ્ય હેતુ મૃત્યુ પામેલા નાના પ્રાણીઓના સન્માનપૂર્વક અને શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કરવાનો છે. સ્પર્શ સંસ્થા દ્વારા રૂ. ૩.૫૧ લાખના ખર્ચે આ સ્મશાનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અરનાલા સ્મશાન સમિતિઍ ભૂમિ સહયોગ આપી ઉમદા કાર્ય કર્યું છે. આ પ્રસંગે પારડીના પ્રાંત અધિકારી નીરવ પટેલ ખાસ ઉપસ્થિત રહ્ના હતા. તેમના હસ્તે આ પવિત્ર સ્થળનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં અરનાલા અને પાટી ગામના સરપંચો, ગોઈમાના ગ્રામજનો, તલાટી કમ મંત્રી, તેમજ સ્પર્શ સંસ્થાના ટ્રસ્ટીઓ મહર્ષિ કે. દવે અને ઋતુ ઍમ. દવે સહિત ઍડવોકેટ ભૂમિકાબેન ઉપસ્થિત રહ્ના હતા. નીરવ પટેલે જણાવ્યું હતું કેઆ પહેલ માત્ર પર્યાવરણની જાળવણી નથી,
પરંતુ પ્રાણીઓ પ્રત્યેની આપણી જવાબદારી અને કરુણાનું પ્રતીક છે અરનાલા ગામે આ સ્મશાન શરૂ કરીને સમગ્ર વલસાડ જિલ્લામાં પ્રાણીપ્રેમ અને માનવતાની નવી રાહ ચીંધી છે.
વલસાડ, પારડી, નાનાપોંઢા અને ધરમપુર જેવા વિસ્તારોમાં અત્યાર સુધી પાલતુ કે રખડતા પ્રાણીઓના મૃત્યુ બાદ જગ્યાના અભાવે તેમને દફનાવવા માટે મોટી મુશ્કેલી પડતી હતી. ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેતા પ્રાણીપ્રેમીઓ માટે પોતાના વહાલા શ્વાનના અવસાન બાદ તેની અંતિમ વિધિ ક્યાં કરવી, તે ઍક ગંભીર પ્રશ્ન હતો. ત્યારે હવે અરનાલા ખાતે કાર્યરત થયેલું ‘ભૈરવ મુક્તિધામ’ આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે.જ્યાં શ્વાન પ્રેમીઓ પોતાના વહાલા જીવોની અંતિમક્રિયા આદરપૂર્વક અને ગૌરવ સાથે પૂર્ણ કરી શકશે નાના પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે ખાસ અલાયદી અને પવિત્ર જગ્યા તૈયાર કરવામાં આવી છે.
સંપૂર્ણ સુવિધા અંતિમ વિધિ માટે જરૂરી લાકડાની ઉપલબ્ધતા સાથે, પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી પ્રાણી માલિકો માટે બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
સન્માનજનક વિદાય જે જીવોઍ આપણને સંવેદનશીલ બનાવ્યા છે આ ઉમદા સૂત્ર સાથે અહીં મૂંગા જીવોને ગૌરવપૂર્ણ વિદાય આપવામાં આવશે.
