Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

સલવાવમાં ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો

સલવાવમાં ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૯ ઃ વાપીના સલવાવ ખાતે આવેલ શ્રી બાપા સીતારામ મંદિર નો ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને લોક ડાયરા યોજાયો. જેમાં મોટી સંખ્યામાં વાપી તથા તેની આજુબાજુના વિસ્તારમાં રહેતા બાપા સીતારામના ભક્તો ઉપસ્થિત રહ્ના હતાં. 

વાપી નજીકના સલવાવ ખાતે આવેલ શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત બાપા સીતારામ આશ્રમ ખાતે નવા બની રહેલા મંદિરમાં સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપા શ્રી રામ પરિવાર તેમજ શિવ પરિવારની પ્રતિમાનું ત્રણ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત તારીખ ૫-૩-૨૦૨૬ના રોજ કળશ યાત્રા વાપી જીઆઇડીસીથી નીકળી બલિઠા સલવાવ આશ્રમ ખાતે પહોંચી હતી. ત્યારબાદ તારીખ ૬,૭ અને ૮ ના રોજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હવન તેમજ ભજન સંધ્યા સાથે રોજ રાત્રે લોક ડાયરાનું પણ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, વાપી શહેર ભાજપ પ્રમુખ મનીષભાઈ દેસાઈ, વીઆઈઍ પ્રમુખ સતિષભાઈ પટેલ તેમજ સંત શ્રી શિરોમણી શ્રી બજરંગદાસ બાપાના ભક્તો કે જેવો વાપી તેમજ તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં. આ કાર્યક્રમ દરમિયાન રાત્રે યોજાયેલા લોક ડાયરામાં મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મંદિરના લાભાર્થે કરોડો રૂપિયા અનુદાનની જાહેરાત પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી બાપા સીતારામ સનાતન સેવા ટ્રસ્ટ સલવાવ વાપી દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટના સભ્યો દ્વારા ભારે જેમ જ ઉઠાવી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું કાર્યને સફળ બનાવ્યું હતું.