Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

મોગરાવાડી-અબ્રામા રોડના કામમાં કોન્ટ્રાક્ટરની લાપરવાહીથી લોકો હાલાકી

મોગરાવાડી-અબ્રામા રોડના કામમાં કોન્ટ્રાક્ટરની લાપરવાહીથી લોકો હાલાકી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ વલસાડના મોગરાવાડી અબ્રામા વિસ્તારને જોડતો મુખ્ય માર્ગનું નવીકરણ સરકાર દ્વારા ૧૦ કરોડ રૂપિયા મંજૂર કરવા તેમ છતાં તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરની વાપરવાનીના કારણે છેલ્લા પાંચ મહિનાથી વિસ્તારના રહીશો. વાહન ચાલકો  ભારે હાલાકી ભોગવી રહ્ના છે.  વલસાડ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા મોગરાવાડીથી અબ્રામા વિસ્તારને જોડતા મુખ્ય માર્ગના નવીનીકરણ માટે સરકાર દ્વારા ૧૦ કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરવામાં આવી છે. જોકે, તંત્રની ઉદાસીનતા અને કોન્ટ્રાક્ટરની લાપરવાહીને કારણે છેલ્લા પાંચ મહિનાથી આ કામ અત્યંત મંદગતિઍ ચાલી રહ્નાં છે, જેના પરિણામે સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્ના છે.ધૂળની ડમરીઓ રસ્તો ખોદી નાખ્યા બાદ ડામરનું કામ ન થતા ઉડતી ધૂળને કારણે રાહદારીઓ અને વાહનચાલકોનું જીવવું દુષ્કર બન્યું છે. શ્વાસના રોગો અને આંખોમાં બળતરાની ફરિયાદો વધી રહી છે. અધૂરા કામને કારણે રસ્તો સાંકડો બન્યો છે, જેના લીધે પીક અવર્સમાં વાહનોની લાંબી કતારો જોવા મળે છે. વેપારીઓને આર્થિક નુકસાન રોડ સાઈડ પર આવેલા દુકાનદારોના ધંધા-રોજગાર ધૂળ અને અડચણને કારણે ઠપ થઈ ગયા છે. ઉબડખાબડ રસ્તા અને યોગ્ય સાઈનબોર્ડના અભાવે રાત્રિના સમયે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે.   ૅપાંચ મહિનાથી અમે નરક જેવી સ્થિતિમાં જીવી રહ્ના છીઍ. જો ૧૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હોય, તો કામ આટલું ધીમું કેમ? શું તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્નાં છે. ઍક સ્થાનિક રહીશ. કરોડોના ખર્ચે બનતા આ રસ્તાની કામગીરી પર દેખરેખ રાખવામાં પાલિકા  વિભાગ કેમ નિષ્ફળ રહ્નાં છે? કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપી કામ વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. જો આગામી દિવસોમાં કામ ઝડપી નહીં બને, તો સ્થાનિકો દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.