વલસાડ શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળનો ૭મો સ્નેહમિલન સમારોહ સંપન્ન
- byDamanganga Times
- 10 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
વલસાડ, તા. ૦૯ ઃ શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ, વલસાડ સંસ્થા સમાજ ઉત્થાનની સેવાકીય પ્રવૃત્તિના યશસ્વી ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩૨ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરી ચુકી છે. ઍ અવસરે પ્રતિવર્ષની જેમ આપણી ઓફિસ ૨૦૪, તાપી, સરદાર હાઈટ, તિથલ રોડ, વલસાડમાં સત્યનારાયણ ભગવાનની પૂજા, ઍમ્બ્યુલન્સનું લોકાર્પણ તથા વિશ્વ મહિલા દિવસની ઉજવણી ઍમ ત્રિવિધ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સત્યનારાયણ ભગવાનની પૂજા હિનાબેન તેમજ રજનીકાંતભાઈ મેહવાલાના યજમાન પદે, ગોર મહારાજ નિકુંજભાઈ પાઠકની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.
સંસ્થાનાં પ્રમુખ અનુપભાઈ મેહવાલાઍ સૌને આવકાર્યા બાદ, સંસ્થા ઍની અવિરત સેવાના ૩૨ માં વર્ષમાં મંગલાચરણ કરી રહી છે ઍ નિમિતે સંસ્થાના કાર્યકર ભાઈઓ, બહેનો, બાળકો તેમજ વડીલોને અભિનંદન પાઠવ્યા હતા તેમજ કાર્યકરોના હસ્તે ઉપસ્થિત સલાહકાર મિત્રોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું.
સમાજ સેવામાં જેમનું વિશેષ પ્રદાન રહ્નાં છે. ગીતાબેન અને ઉત્તમભાઈ મેહવાલા પરિવારના પનોતા પુત્રો કેયુરભાઈ અને કિંતુભાઈ મેહવાલા અને જાનવીબેન તેમજ બિંદિયાબેનના હસ્તે સમગ્ર માનવ સમાજ માટે માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડના માધ્યમથી ઍમ્બ્યુલન્સ* લોકાર્પણ કરી હતી. આ મંગળ અવસરે સંસ્થા પરિવારે મેહવાલા પરિવારની માનવ સેવાની આ ઉમદા પ્રવૃત્તિને બિરદાવી અભિનંદન આપ્યા હતાં.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોવાથી સંસ્થાની તમામ પ્રવૃત્તિઓમાં બહેનોના યોગદાનની સરાહના કરી, તેઓના હસ્તે કેક કાપી, હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના કાર્યકરોઍ પોતાના વિચારો રજુ કર્યા હતા અને સંસ્થાને પ્રગતિના પંથે લઈ જવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સંસ્થાના વડીલો, ભરતભાઈ પટેલ (શંકરતળાવ), હસમુખભાઈ માહ્નાવંશી, ચંદ્રલેખાબેન લીલાકર, આશાબેન ધારાસણીયા, ગીજેન્દ્રભાઈ પીઠાવાલા, ભરતભાઈ પટેલ, જયદિપભાઈ પટેલ, હિતેશભાઈ રાઠોડ, તથા પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્ના હતાં.
કાર્યક્રમનું આયોજન બિપીનભાઈ સુરતી, સંચાલન હર્ષદભાઈ આર્ય તેમજ આભારવિધિ અનીલભાઈ ભવાનીઍ કરી હતી.
