Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

વલસાડ પાલિકા હાઉસ ટેકસ વિભાગે ૨૩૯ મિલકતદારોને નોટિસ ફટકારી

વલસાડ પાલિકા હાઉસ ટેકસ વિભાગે ૨૩૯ મિલકતદારોને નોટિસ ફટકારી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)

વલસાડ, તા. ૦૯ ઃ  વલસાડ નગરપાલિકાના હાઉસ ટેક્સ વિભાગ દ્વારા શહેરના ૨૩૯ મિલકતદારોને પાછલી બાકી વેરા સંદર્ભે સીલ કરવા નોટિસ ફટક ફટકારતા મિલકતદારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે જોકે અંદાજે ઍક કરોડ જેટલો બાકી  વેરો ઉઘરાવવા માટે   મિલકતને સીલ કરવા ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માર્ચ મહિનો શરૂ થતા ની સાથે જ વલસાડ નગરપાલિકા દ્વારા પાછલા બાકી વેરો ઉઘરાવવાની તજવીજ હાથ કરવામાં આવી છે. છેલ્લા નગરપાલિકા હાઉસ ટેક્સ વિભાગ દ્વારા બાકી ટેક્સ  સંદર્ભે અવારનવાર પાલિકા દ્વારા મિલકતદારને નોટિસ આપવામાં આવતી હોય છે તેમ છતાં બાકી મિલકતદારો પોતાનો ટેક્સ ભરતા નથી. જેથી વલસાડત નગરપાલિકા હાઉસ ટેક્સ વિભાગના સુપ્રિન્ટન રમણભાઈ રાઠોડની સુચના અને માર્ગદર્શન હેઠળ વિભાગના કર્મચારીઓ ઘરે ઘરે જઈ બાકી મિલકતદારોનો સર્વે કરી દુકાનો ફલેટો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. તે ઘર પાલિકા દ્વારા ૨૩૯ જેટલા મિલકતદારોને પાછલી આશરે ઍક કરોડથી વધુની રકમનું   બાકી વેરાદારોને મિલકત જી કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. થોડા દિવસ અગાઉ વલસા નગરપાલિકા દ્વારા મોગરાવાડી વિસ્તારમાં ૧૭થી વધુ બાકીદારો અને પાંચ જેટલા ફલેટોને સીલ કરવામાં આવ્યા છે. જેઓઍ કયા વર્ષની પાછલી રકમ ડ્યુ થઈ હોય તે રકમ ઉપર ૧૮ ટકા વ્યાજ ઉમેરી વસુલાત કરવામાં આવશે. પાલિકા દ્વારા ઘરે ઘરે જય કાર્યોહી કરવા આવી રહી હોવા તેમ છતાં બાકીદારો પોતાની પોતાનો વેરો કરવા આવતા નથી. જેથી નગરપાલિકા દ્વારાના છૂટકે મિલકતને સીલ મારવાની ફરજ પડતી હોય છે.