વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્ના.માં કોમર્સ કોલેજની ટીમ ચેમ્પિયન
- byDamanganga Times
- 10 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધ)
વલસાડ, તા. ૦૯ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશનના નેજા હેઠળ વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા ઓપન ગુજરાત ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું શાહ ઍન ઍચ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ વલસાડમાં આયોજન કરવાં આવ્યું હતું.
વલસાડ તાલુકા ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, શ્રી સાઈ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશન પ્રમુખ કેયુરભાઇ પટેલ,સેક્રેટરી જનરલ નિલેશ કોસીયા, સામાજિક કાર્યકર વિનોદભાઇ પટેલ, સી.બી.આઈ વલસાડના સી.ઍમ. મકવાણા, બકુલભાઈ જોષી ઉપસરપંચ ભાગદાવડા ગ્રામ પંચાયત, સામાજિક કાર્યકર ભરતભાઈ બલસારા દ્વારા દીપ પ્રગટાવી શ્રીફળ વધેરી અને રીબીન કાપી ટૂર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વલસાડ ટેનિસ બોલ ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા અંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે આયોજિત ઓપન ગુજરાત મહિલા ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કુલ ૮ ટીમોઍ ભાગ લીધો જેમાં શાહ ઍન.ઍચ. કોમર્સ કોલેજ ટીમ ચેમ્પિયન બની કળશ ઇલેવન રનર અપ બની હતી,મહિલા પતંજલિ યોગ સમિતિના રાજ્ય પ્રભારી તનુજાબેન આર્ય. વી.ટી.બી.સી.ઍ.ના પ્રમુખ કેયુરભાઇ પટેલ, વિનોદભાઇ પટેલ અને ભરતભાઈ બલસારા, ઍન.ટી.બી.સી.ઍ.ના સેક્રેટરી પાર્થિવ પટેલ,તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે વિજેતા ટીમ અને પાર્ટીસીપેન્ટ ટીમને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર આપવામાં આવ્યા જ્યારે જયમ ગ્રુપ દ્વારા વિજેતા અને ઉપવિજેતા ટીમોને ટીશર્ટ આપી સન્માનિત કર્યા હતા તેમજ સોનલબેન પટેલ દ્રારા વિજેતા અને ઉપવિજેતા ટીમના કોચ અને ટીમ મેનેજરને ટીશર્ટ આપી સન્માનિત કર્યા હતાં. સોનલબેન પટેલ કમિટી મેમ્બર, રાજકુમાર મોરેકર કળશ ઍકેડમી, નીશીત કોસીયા તથા તેમની ટીમ દ્વારા ટુર્નામેન્ટને સફળ કરવા પરિશ્રમ કર્યો હતો.
