વલસાડ ઍમ.ઍસ.પી. સંઘ દ્વારા ૫૧ મહિલાનું સન્માન કરાયું
- byDamanganga Times
- 10 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે શ્રી ઍમ.ઍસ.પી. સંઘ વલસાડ શાખા દ્વારા મહિલા સન્માનૅ કાર્યક્રમ માં સમાજની ૫૧ મહિલાઓને મોમેન્ટો અને સન્માન અલંકારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે શ્રી ઍમ.ઍસ.પી. સંઘ વલસાડ શાખા દ્વારા મહિલા સન્માનૅ કાર્યક્રમનું સંઘના શિક્ષણ ભવન ના ભગવાનદાસ માર્કર સભાખંડમાં ચંદ્રિકાબેન વ્હાણવાલાના પ્રમુખ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે ડૉ. યોગીનીબેન રોલેકર, ડૉ. અમિષાબેન કોન્ટ્રાકટર અને સોનલબેન સોલંકી (જૈન) પ્રદેશ મંત્રી ભા.જ.પા. હાજર રહ્ના હતા. આ પ્રસંગે સમાજની વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત ૫૧ બેહનોને મેમેન્ટો તેમજ સન્માન અલંકાર વડે સન્માનિત કરાયા હતાં. જેમાં ૨૦- ડોક્ટર્સ, ૨- કલાસ-૧ અધિકારી ઉપરાંત શિક્ષિકાઓ, આચર્યા તેમજ કોર્પોરેટ ક્ષેત્રે કાર્યરત મહિલાઓ, યોગ શિક્ષિકા તેમજ ફેશન ડિઝાઇનર જેવી અનેકવિધ કારકિર્દીઓ ધરાવનાર મહિલાઓ અને બાળાઓનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ઉપરોક્ત ૫૧ મહિલાઓના કાર્યક્ષેત્રો અને ઍમની સિદ્ધિઓનું ટૂંકું વર્ણન કરતી ઍક નાની પુસ્તિકાનું પણ વિમોચન કરાયું હતું. શ્રી ઍમ.ઍસ.પી. સંઘના ભીષ્મપિતા સ્વ.ભગવાનદાસ માર્કરની ૧૦૦મી જન્મ જ્યંતી પ્રસંગે પુષ્પ અર્પણ કરી ઍમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંઘના મહિલા સભ્યો પ્રા. ડૉ.તરૂલતા માહ્નાવંશી, અમિષા મેહવાલા, ધારા શોભા તેમજ કિંજલ વણકર દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું.
આ પ્રસંગે સંઘના કેન્દ્રીય કાર્યાલયના ઉપપ્રમુખ જયશ્રીબેન તવડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી. ઍમણે પ્રસંગોચિત ઉદબોધન દ્વારા સન્માનિત મહિલાઓ અને શાખા ના કાર્યકરોને અભિનંદન પાઠવ્યા હતાં. આ પ્રસંગે સમાજના દાતાઓ ઍ ઉદારતા હાથે દાન આપ્યું. હતું ડૉ. સોનલબેન પ્રતાપસિંહ વ્હાણવાલા તરફથી ૨૫,૦૦૦નું દાન મળ્યું.
આ પ્રસંગે સમાજ ના અગ્રણી, સંઘના આજીવન સભ્ય તેમજ દાતા મણિલાલ ધનોરિયા, ડૉ. મેહુલ ધનોરિયા, ડૉ. સ્મૃતિ ધનોરિયા ઍ ઍમના પરિવાર સાથે મુંબઈ થી વિશેષ હાજર રહી સન્માન સ્વીકાર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ નું આયોજન સંસ્થાના પ્રમુખ ધીરજ હળદર તથા ઉપપ્રમુખ પ્રા. ડૉ.મેહુલભાઈ તિથલીયા દ્વારા કરાયું. હતું જયારે કાર્યક્રમની સફળતા માટે કારોબારી સભ્યોઍ ભારે જહેમત ઉઠાવી હતી આભાર વિધિ વિનોદભાઈ પટેલે કરી હતી.
