Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

ખાડીના દેશોમાં યુદ્ધની સ્થિતિની ચીખલી માર્કેટમાં અસર

ખાડીના દેશોમાં યુદ્ધની સ્થિતિની ચીખલી માર્કેટમાં અસર


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા. ૦૯ ઃ પડ્ઢિમી દેશોમાં ચાલઈ રહેલા યુધ્ધની અસર ગુજરાતમાં પણ વરતાઈ રહી છે. જેમાં લગ્નની મોસમમાં તેમજ દરેક પ્રસંગોમાં વાપરવામાં આવતી ચીજવસ્તુના ભાવ પણ રોજેરોજ બદલાઈ રહ્ના છે. જેનું મુખ્ય કારણ પ્લાસ્ટિકના દાણા ન આવતા કેટલીક ફેક્ટરીઓ બંધ કરી દેવી પડી છે. જ્યારે જે પ્લાસ્ટિકની આઈટમો રહી છે તેનો ડબલ ભાવ બોલાઈ રહ્ના છે.

 પડ્ઢિમી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર દરેક દેશો ઉપર પડી રહી છે જેની સીધી અસર માર્કેટમાં જોવા મળી રહી છે. રોજના લાખોની સંખ્યામાં પ્લાસ્ટિકની આઈટમો લોકો વાપરતા થયા છે અને શુભ પ્રસંગો હોય કે અન્ય કોઈ પ્રસંગો જેમાં પ્લાસ્ટિકના ગ્લાસ અને જમવાની ડીશનો લોકો મહત્તમ ઉપયોગ કરી રહ્ના છે ત્યારે હાલમાં પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ બનાવતી ફેક્ટરીઓમાં પ્લાસ્ટિકના દાણાની ઘટ હોય જેના કારણે ફેક્ટરીના સંચાલકો પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ બનાવી શકતા નથી અને જે ભાવે મળે છે તે ખરીદી કરી ચીજ વસ્તુઓ  બનાવી માર્કેટમાં મુકાય તો તેનો ભાવ ગ્રાહકોને પરવડે તેમ ન હોય ત્યારે હાલમાં લગ્નની મોસમ તેમજ મુસ્લિમો નો રમઝાન માસ ચાલતો હોય ત્યારે બજારમાં પ્લાસ્ટિકના ગ્લાસ, ડીસ, કપ જેવી ચીજ વસ્તુઓના ભાવો આસમાને બોલાઈ રહ્ના છે. જોકે યુધ્ધના કારણે ભવો વધી રહ્ના હોવાનું વેપારીઓ ગ્રાહકોને જણાવી રહ્ના છે પરંતુ ખરેખર ચીજ વસ્તુઓના ભાવો વધી રહ્ના છે. કે કેમ તેની સરકારે પણ તપાસ કરવાની જરૂર રહી છે. જોકે હાલમાં વેપારીઓ ગ્રાહકોને બરોબરના લુટી રહ્ના છે.