બગવાડા ટોકનાકાથી રૂ. ૪૫.૬૭ લાખનો દારૂ ઝડપાયો
- byDamanganga Times
- 10 March, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૯ ઃ બગવાડા ટોલનાકા પાસેથી બાતમીના આધારે ઍલસીબી પોલીસે ડમ્પરને રોકી તેમાં તપાસ કરતા રૂ. ૪૫.૬૭ લાખનો દારૂ બિયરનો જથ્થો મળી આવતા ચાલકની અટકાયત કરી દારૂ ભરાવનાર તથા લેનારને વોન્ટેડ જાહેર કરાયો છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે વલસાડ જિલ્લા ઍલસીબી પોલીસ વિભાગના પીઆઇ ઉત્સવ બારોટ ના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે ઍક ડમ્પરમાં સિલવાસથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ લઈ જવાઈ રહ્ના છે આથી પોલીસે વાપી નજીકના બગવાડા ટોલ પ્લાઝા પાસે વોચ રાખી સામેથી આવતી ડમ્પર ટ્રક નંબર ડીડી-૦૧-ઍચ-૯૪૩૨ ને રોકી તેના ચાલક શુભલાલ મોતીલાલ સહુ રહે. પરાઈ, મધ્યપ્રદેશ,ની પૂછપરછ કરતા તેમજ ડમ્પરમાં તપાસ કરતા ૪૬૯ દારૂ - બિયરના બોક્સ જેમાં કુલ ૧૫૫૫૨ દારૂ - બિયરની બોટલ જેની કિંમત રૂ. ૪૫,૬૭,૦૮૦ મળી આવતા તેને પૂછપરત કરતા પાસ પરમિટ નહીં હોવાથી પોલીસે તાત્કાલિક પારડી પોલીસમાં ડમ્પરચાલક શુભલાલ સહુ સામે ગુનો નોંધી તપાસ કરતા આ દારૂનો જથ્થો સેલવાસથી ચિરાગ નામના ઇસમે ભરાવ્યો હોવાનું બહાર આવતાં પોલીસે તાત્કાલિક ચિરાગ ને વોન્ટેડ જાહેર કરી ૧૫ લાખનું ડમ્પર તેમજ ૪૫ ૬૭૦૮૦ નો દારૂ અને ૫૦૦૦ રૂપિયાનો મોબાઇલ ફોન મળી કુલ્લે ૬૦,૭૨,૦૮૦નો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ પારડી પોલીસ કરી રહી છે.
