Damanganga Times.

Damanganga Times.

March 10, 2026

વલસાડ ક્રાઈમ બ્રાંચે સાઈબર ફ્રોડના આરોપીને ઝડપી લીધો

વલસાડ ક્રાઈમ બ્રાંચે સાઈબર ફ્રોડના આરોપીને ઝડપી લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ  વલસાડ જિલ્લમાં સાયબર ક્રાઇમના ગુનાઓમાં મ્યુલ બેંક અકાઉન્ટોનો ઉપયોગ કરી સાયબર ક્રાઇમ આચરતા ગુનેગારો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપતા સાઇબર ક્રાઇમ પોલીસ મથકના પી.આઈ બી.ડી. જીતીયા ઍ જરૂરી સુચના અને માર્ગદશન આપતા સાયબરની ટીમ મ્યુલ બેંક અકાઉન્ટ ધારકોની તપાસ કરી રહેલ હતા. 

જે માહિતી આધારેસાયબર ફ્રોડના નાણા જે બેંક ઍકાઉન્ટમાં જમા કરવામાં આવે છે તેવા મ્યુલ ઍકાઉન્ટની તપાસ હાથ ધરવામાં આવતા શંકાસ્પદ બેંક ખાતા ધારક ઇન્દ્રકલા અરવિંદસિંહ ગૌતમને બોલાવી પ્રાથમીક પુછપરછ કરતા જાણવા મળેલ કે તેમણે પોતાનુ બેંક ઍકાઉન્ટ સત્યમ વિજયકુમાર સિંગ રહે. બંગલા નંબર ૧૬૪ નિલકંઠ સોસાયટી, સાત ફળીયા, ચણોદ, તા. વાપી જી. વલસાડને આપેલ હતુ. જે બેંક ઍકાઉન્ટ તેમના મળતીયાઓ લોકોને પાર્ટ ટાઈમ જોબ, ઇનવેસ્ટમેન્ટ તથા વર્ક ફ્રોમ હોમ વિગેરેની લાલચ આપી તેઓની સાથે છેતરપીંડી કરી રૂપીયા મેળવી, આ મેળવેલ રૂપીયા સત્યમસિંગ તેમના મળતીયા પિયુષ સંજય સિંગને મોકલી સાયબર ફ્રોડના રૂપીયા સગેવગે કરવા માટે  મોકલી હતો. પકડાયેલો આરોપી વિરુદ્ધ પોતાના બેંક ઍકાઉન્ટમાં ત્રણ ફરિયાદ ઉપરાંત તેમની સાળી ઇન્દ્રકલા ના બેંક ઍકાઉન્ટમાં ત્રણ મળી સમગ્ર દેશમા કુલ્લે રૂ. ૧૭,૭૭,૦૦૦  રૂપિયાની સાયબર ફ્રોડની ૬ થી વધુ ફરીયાદ થયેલાની હકીકત જાણવા મળેલ હતી. 

જ્યારે આરોપી સત્યમ વિજયકુમાર સિંગ રહે.બંગલા નંબર.૧૬૪ નિલકંઠ સોસાયટી, સાત ફળીયા, ચણોદ, તા. વાપી  જી. વલસાડ ની ધરપકડ કરી છે. જ્યારે વોન્ટેડ આરોપી  પિયુષ સંજય સિંગ ફલેટ નંબર ૩૦૪, ઍમ શ્યામલ વિહાર સોસાયટી, આર કે દેસાઈ કોલેજની સામે, છરવાડા, વાપી ને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.