Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ગોડવિહિરમાં સેવાસેતુના કાર્યક્રમમાં ૧૬૧૭ અરજીઓનો નિકાલ કરાયો

ગોડવિહિરમાં સેવાસેતુના કાર્યક્રમમાં ૧૬૧૭ અરજીઓનો નિકાલ કરાયો


(દમણગંગા ટાઈમ્સ)

આહવા, તા. ૦૮ ઃ  રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તથા વહીવટમા કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા અને જવાબદારીપણાની બાબત રાજ્ય સરકાર માટે હાર્દ સમાન છે. જેને ધ્યાને લઈ પ્રજાજનોના વ્યક્તિગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણ નજીકના સ્થળે તે જ દિવસે ઉકેલાઈ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઈ તારીખ ૭ માર્ચના રોજ આહવા તાલુકાના ગાડવિહિર ગામે પ્રાંત અધિકારી કાજલ આંબલીયાના અધ્યક્ષ સ્થાને સરકારના ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સેવા સેતુ ૨.૦ (ગ્રામ્ય)ના કાર્યક્રમનું આયોજન કરાયું છે.ગાડવિહિર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ગાડવિહિર, ચિંચલી, ટાંકલીપાડા, હારપાડા, ગડદ, મોરઝીરા, ડોન, નાંદનપેડા અને કડમાળ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામના ગામના લોકોઍ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લિધો હતો. જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ ૧૬૧૭ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. 

ઉલ્લેખનીય છે કે, ગાડવિહિર પ્રાથમિક શાળા ખાતે યોજાયેલ આ સેવાસેતુના કાર્યક્રમમાં આધારકાર્ડ સંબંધિત સેવાઓ, રાશનકાર્ડ સંબંધિત સેવાઓ, આવકના દાખલા, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના, મહેસૂલી રેકર્ડમાં વારસાઇ માટેની અરજી, પ્રાધનમંત્રી જન આરોગ્ય યોજના, બેન્કિંગ સંબંધિત સેવાઓ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, સોઇલ હેલ્થ કાર્ડ, માતૃશક્તિ, આઇસીડીઍસ બાળકોના આધારકાર્ડ, નમોશ્રી, ખાતેદાર ખેડૂતના નમૂના ૭/૧૨ સાથે આધારકાર્ડનું જોડાણ, સ્વામિત્વ યોજના, કિશાન ક્રેડિટ કાર્ડ વિગેરે મહેસુલી સેવાઓનો ઘર આંગણે લાભ મળ્યો હતો. 

આ કાર્યક્રમમાં આહવા તાલુકા પંચાયત પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, આહવા મામલતદાર રજનીશ વૈષ્ણવ સહિતના અધિકારીશ્રીઓ તેમજ સરપંચશ્રીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થી ગ્રામજનો ઉપસ્થિત રહ્નાં હતાં.