Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

મોટીતંબાડી ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજશે

મોટીતંબાડી ‘સેવા સેતુ’ કાર્યક્રમ યોજશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

કપરાડા, તા. ૦૮ ઃ  ગુજરાત રાજ્ય દ્વારા વહીવટી પારદર્શિતા વધે તથા પ્રજાની વ્યક્તિગત રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે હેતુસર સેવા સેતુ કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્ના છે. જે અંતર્ગત નાનાપોંઢા તાલુકાના મોટી તંબાડી ગામે ગ્રામ પંચાયત ખાતે તારીખ ૧૦/૦૩/૨૦૨૬ના મંગળવારના રોજ સવારે ૯ઃ૦૦ કલાકે સેવા સેતુ ૨.૦ કાર્યક્રમ તાલુકા વહીવટી તંત્ર નાનાપોંઢાના સહયોગથી યોજાશે. જેમાં મોટી સંખ્યામાં આ કાર્યક્રમનો લાભ લેવા વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રજાના વિવિધ રજૂઆતોના સ્થળ પર જ ઝડપી ઉકેલ લાવવામાં આવશેનું જાણવા મળે છે.  કાર્યક્રમમાં પદાધિકારીઓ, વહીવટી તંત્ર હાજર રહેશેનું જાણવા મલક છે.