Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

ખેરગામ માર્ગ ઉપર અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

ખેરગામ માર્ગ ઉપર  અકસ્માતમાં બાઈક ચાલકનું મોત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ચીખલી, તા.૦૬ ઃ ચીખલી ખેરગામ માર્ગ ઉપર તલાવચોરા ગામની હદમાં સંજય ફાર્મ પાસે કોઈ અજાણ્યા ફોરવીલર વાહન ચાલકે સ્પેલન્ડર મોટરસાયકલ નંબર જીજે ૨૧ આર ૮૩૧૧ ઉપર સવાર દિનેશભાઈ મીઠ્ઠલભાઈ પટેલ ઉ.વ ૬૯ રહે. પીપલ ગભાણ ભરવાડ ફળીયા જેઓ મોડી સાંજે સંજય ફાર્મ તરફ જઈ રહ્ના હતા તે દરમિયાન કોઈ અજાણ્યા વાહન ચાલકે દિનેશભાઈની મોટરસાયકલ ને અડફેટે  લેતા તેઓને માથાના તથા પગના ભાગે ગંભીર ઇજાઓ થતા તેઓનું તબીબી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.