Damanganga Times.

Damanganga Times.

March 12, 2026

આજે ધરમપુરમાં ‘વાચિકમ’ કાર્યક્રમ યોજાશે

આજે ધરમપુરમાં ‘વાચિકમ’ કાર્યક્રમ યોજાશે


ધરમપુર, તા.૦૬ ઃ વિશ્વ મહિલા દિવસની પૂર્વસંધ્યાઍ ધરમપુરમાં ઍક અનોખા કલા અને સાહિત્યિક કાર્યક્રમ ‘વાચિકમ્’ નું આયોજન કરવામાં આવ્યું છે. ધરમપુર નગરપાલિકા સંચાલિત શ્રીમંત માહારાણા શ્રી નારણદેવજી લાઇબ્રેરી અને સાહિત્ય પ્રભાત, ધરમપુરના સંયુક્ત ઉપક્રમે શનીવાર તા. ૭ માર્ચ ૨૦૨૬ના રોજ સાંજે ૮ઃ૩૦ વાગ્યે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસર, મોટા બજાર, ધરમપુર ખાતે આ કાર્યક્રમ યોજાશે.

આ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યની સ્ત્રી કેન્દ્રિત વાર્તાઓ અને કવિતાઓનું ભાવસભર વાચન  ફિલ્મ, ટીવી અને નાટ્ય કલાકારો ધ્વનિ ત્રિવેદી, બિનિતા શાહ, રંજનાબેન પટેલ, કેશા દેસાઈ અને  હ્લુદી દેસાઈ દ્વારા કરવામાં આવશે.